- બાળલગ્નમા સામેલ ગોરમહારાજ, રસોયા, મડંપ ડેકોરેશન,ફોટોગ્રાફર સામે પણ કાર્યવાહી કરાશે.
- આયોજકોએ લગ્નગ્રંથિથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઇ કરાવવી પડશે.
લુણાવાડા,મહિસાગર જીલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે અને તેમાય ખાસ કરીને અખાત્રીજ (અક્ષયતૃતિયા)ના દિવસને લગ્ન માટે શુભ માનવામાં આવે છે. જેથી મહિસાગરમાં બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે. આ પ્રકારના બાળલગ્નોમાં સામેલ થનાર ગોરમહારાજ, રસોયા, મડંપ ડેકોરેશન, ડી.જે, બેન્ડબાજા વાળા, ફોટોગ્રાફર સહિતનાઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધીકારીએ જણાવ્યું કે, સમુહલગ્નનાં આયોજકો તથા વર-ક્ધયાના માતા-પિતા સહીત અન્ય લોકો પણ બાળલગ્નની મદદગારીમાં સામેલ હોય તો પણ તેમની સામે ગુનો નોધાય છે.
આ ઉપરાંત બાળલગ્નોની જાણકારી બાળલગ્ન પ્રતિબંઘક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા પોલીસને મળે અને આવા લગ્ન અટકાવવામાં આવે ત્યારે લગ્નનો ખર્ચ માથે પડે છે. જેના પરીણામે લગ્ન કરાવનારની પ્રતિષ્ઠાને પણ અસર થાય છે તેથી લગ્ન નકકી થાય તે પહેલાં જ વર-ક્ધયાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય નહી. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 મુજબ 21 વર્ષથી નીચેનો યુવક તથા 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે પણ ગુનો બને છે તથા આ કાયદા હેઠળ બે વર્ષની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ ઉપરાંત બિનજામીન પાત્ર ગુનો બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-ક્ધયાના માતા પિતાલગ્ન કરાવનાર ગોર મહારાજ, સમુહ લગ્નના આયોજકો, કેટરર્સ, મંડપ સર્વિસવાળા, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, ડી.જે., બેન્ડબાજાવાળા, સહિતના મદદગારી કરનાર ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
જીલ્લામાં જો કોઇપણ જગ્યાએ બાળલગ્નો જણાઇ આવે તો જનતાને વિનંતી કે મહિસાગર બાળલગ્ન પ્રતિબંઘક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નંબર-2 ગ્રાઉન્ડ ફ્લોર જીલ્લા સેવા સદન, કલેકટર કચેરી લુણાવાડા જી:મહિસાગર ફોન નં 02674- 252968, જીલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં.212, બીજો માળ, જીલ્લા સેવા સદન, કલેકટર કચેરી લુણાવાડા જી.મહિસાગર ફોન નં. 02674-250531, ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098, 112, 181 મહિલા હેલ્પ લાઇન અભયમ, પોલીસ ક્ધટ્રોલર નંબર 100 ને જાણ કરવા લોકોને અપીલ કરવામાં આવે છે.તેમ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ. જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમાં જણાવેલ છે.