ગોધરા,
ગોધરા પશ્ર્ચિમ વિસ્તાર રોટા પ્લોટના રહિશો છેલ્લા લાંબા સમયથી લો વોલ્ટેજની સમસ્યાથી પરેશાન હોય જેનો કાયમી ઉકેલ લાવવા માટે એમ.જી.વી.સી.એલ.ને લેખિત રજુઆત કરવામાં આવી.
ગોધરાના રોટા પ્લોટ વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યાથી લોકો પરેશાન હોય લો વોલ્ટેજના કારણે વીજ ઉપકરણોને નુકશાન થતું હોય છે. આ વિસ્તારની સમસ્યા માટે મધ્ય ગુજરાત વીજ કંપની પશ્ર્ચિમ વિભાગ ( ગોધરા સીટી) માં અનેકવાર રૂબરૂમાં રજુઆત કરવા છતાં લો વોલ્ટેજની સમસ્યાનો ઉકેલ આવે ન હોય જેને લઈ સમોલ જાફરઅલી આઈ દ્વારા આ વિસ્તારમાં લો વોલ્ટેજની સમસ્યાના ઉકેલ માટે નવી ટી-સી. ફાળવવામાં આવે તેવી માંંગ સાથે લેખિત રજુઆત એમ.જી.વી.સી.એલ. નાયબ ઈજનેરને કરવામાં આવી છે.