ફ્રુડ અને ડ્રગ્સ વિભાગ આવા મેડીકલ સ્ટોર્સમાં ચેકીંંગ કરી કાર્યવાહી તે જરૂરી.
ગોધરા,
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારના મેડીકલ સ્ટોર ઉપર થી દર્દીને ખાંંસી-શરદીના ઈન્ફેકશન માટેની ગોળી ખરીદી કરેલ હોય જે ગોળી એકસપાઈરી ડેટવાળી પધરાવી દેવામાં આવી ત્યારે આવા મેડકીલ સ્ટોર્સમાં એકસપાઈરીટ ડેટવાળી દવા ગોળીઓનું વેચાણ બંધ થાય તે માટે કાર્યવાહી થાય તે જરૂરી છે.
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક મેડીકલ સ્ટોર્સ આવેલ છે અને આ મેડીકલ સ્ટોર્સ ઉપર મોટાપ્રમાણમાં ગ્રાહકો દવા ગોળીઓની ખરીદી કરતા હોય છે. દવા ગોળીની ખરીદી કરતાં મોટાભાગના લોકો દવા કે ગોળીની એકસપાયરી ડેટને ધ્યાનમાં લેતા નથી. તેનો ફાયદો મેડીકલ સ્ટોર્સના સંચાલકો ઉઠાવી રહ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.પશ્ચિમ વિસ્તારમાં આવેલ એક મેડીકલ સ્ટોર્સ ખાતેથી ગ્રાહકે ખાંસી-શરદીના ઈન્ફેકશન માટે ગોળી ખરીદી હતી. આ 10 ગોળીના 1400 રૂપીયા જેવી કિંમત હોય ગ્રાહકે ગોળી ખરીદી કરવામાં આવી હોય અને આ ગોળી એકસપાયરી ડેટની નીકળેલ છે. જો આ ગોળીની આડઅસર દવા ગોળીની ખરીદી કરતાં વ્યકિત ઉપર કરે તો તેના માટે મેડીકલ સ્ટોર્સના સંચાલક જવાબદાર ગળી શકાય છે. સામાન્ય રીતે મેડીકલ સ્ટોર્સમાં દવા-ગોળીઓના સ્ટોકનું થોડા અંતરે ચેકીંગ કરીને એકસપાયરી ડેટ થયેલ દવા-ગોળીનો નાશ કરવાનો હોય છે. તેમ છતાં મેડીકલ સ્ટોર્સના સંચાલકો ઓછું ભણેલા અને વિશ્ર્વાસની દવા ગોળી ખરીદી કરતાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હોય ત્યારે આવા મેડીકલ સ્ટોર્સ ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ કાર્યવાહી કરે તે જરૂરી.