અમરેલી : આજે નાગરિકોએ લાકશાહીના મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી મતદાન મથકો પર લાઇનો લગાવી હતી નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી રહ્યા હતાં. ત્યારે આ બધાની વચ્ચે એક કરૂણ ઘટના સામે આવી છે. અમરેલીના જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં, જેમનું મૃત્યુ થયું છે.
જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક પર ફરજ દરમ્યાન ઢળી પડ્યા હતાં. જેઓ ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં. કૌશિકબેન બાબરીયા નામની મહિલા કર્મચારી ચૂંટણી કામગીરી કરી રહ્યાં હતાં તે દરમિયાન મૃત્યુ થતાં બુથ પર ગમગીન વાતાવરણ છવાયું હતું. અત્રે જણાવીએ કે, જેમનુ મોત હાર્ટ એટેકથી થયાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.