મહિસાગર જીલ્લામાં 80 વર્ષથી વધુ વયના અને 40 ટકાથી વધુ દિવ્યાંગ મતદારોના ઘરે બેઠા મતદાનની સુવિધા: પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા નાગરિકોનો સંપર્ક શરૂ

  • મહીસાગર જિલ્લામાં 80 વર્ષથી વધુ ઉંમરના 17191 મતદાર અને 40 ટકાથી વધુ 5924 મતદાર.

લુણાવાડા,

ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પ્રથમવાર 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન અને દિવ્યાંગ અને કોવિડ પ્રભાવિત મતદારોને ઈચ્છે તો તેમને ઘરેબેઠા પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરવાની સુવિધા આપવામાં આવવાની છે. જેને લઇને મહીસાગર જિલ્લા ચૂંટણી શાખાની ટીમ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે. ઇકઘ દ્વારા આ માટે વરીષ્ઠ નાગરિકોનું 12/ઉ ફોર્મ ભરવાની શરૂઆત કરાઈ છે. જિલ્લામાં ત્રણ વિધાનસભા 80 વર્ષથી ઉપરના 17191 મતદારો છે, જ્યારે 5924 દિવ્યાંગ મતદારો છે. તંત્ર દ્વારા તમામ મતદારોના ઘરે જઈને સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેમાં આ મતદારો મતદાન મથક સુધી આવી શકે તેવી સ્થિતિમાં છે કે નહીં, તેઓ ઘરેબેઠા મતદાનની ઇચ્છા ધરાવે છે કે નહીં તે પ્રકારની માહિતી એકત્ર કરી આ ઉપરાંત ઘરેબેઠા મતદાન માટે જરૂરી પ્રક્રિયા, ભરવાના થતા ફોર્મ વગેરેની સમજ આપવામાં આવી રહી છે. જેમાં ઘરેથી પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરવા માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યાના પાંચ દિવસ સુધીમાં ફોર્મ ભરી આપવામાં આવશે. જેથી બૂથ લેવલ ઓફિસર દ્વારા આવા મતદારોના ઘરની મુલાકાત લઇને ફોર્મ પહોંચાડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા તૈયાર થયેલી આવા મતદારોની યાદી રાજકીય પક્ષોના ઉમેદવારોને પણ અપાશે. જેથી સાક્ષી તરીકે તેઓ પોતાના પ્રતિનિધિને નિયુક્ત કરી શકશે. સમગ્ર પ્રક્રિયા બાદ અધિકારીઓની ટીમ પોલીસ અને વીડિયોગ્રાફરને સાથે મતદારના ઘરે જશે અને ગુપ્તતાનો ભંગ ન થાય તેવી રીતે મતદાન કરાવશે. ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર 80 વર્ષથી વધુ વયના ઉમેદવારોને ઘેર બેઠા મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પંચ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરીને સિનિયર સિટીઝન તથા દિવ્યાંગ મતદારોના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. તેઓ મતદાન મથક સુધી આવવાની સ્થિતિમાં ન હોય તો ઘેર બેઠા મતદાનની વ્યવસ્થા કરાશે.