અવસર લોકશાહીનો… મહીસાગર જીલ્લો: લુણાવાડા પંચશીલ હાઇસ્કૂલ સખી મતદાન મથક ખાતે નાના બાળકો માટે રમકડાની સુવિધા ઊભી કરવામાં આવી

  • મતદાન મથક ખાતે રાખવામાં આવેલા રમકડાઓ થકી મતદાન મથકે જતા મહિલાઓની ચિંતા થઈ દૂર.

મહીસાગર, મહિલાઓને મતદાન કરવા જવું છે, પણ સાથે નાના બાળકો છે… તો તેમને કોની પાસે સલામત રીતે રાખીને જવા? મહિલાઓની આ સમસ્યા સમજતા મહીસાગર જીલ્લા ચૂંટણી અધિકારી અને જીલ્લા કલેક્ટર નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ પંચશીલ હાઇસ્કૂલ લુણાવાડા સખી મતદાન મથક ખાતે રમકડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે આ નાના બાળકોને રમકડાં સાથે રમી મહિલાઓ કોઈ પણ ચિંતા વગર મતદાન કરી શકે. તો હવે તમે તમારા નાના બાળકોને પણ સાથે લઈ જઈને નિશ્ચિંતપણે મતદાન કરવા જાઓ. ઉલ્લેખનીય છે કે મહીસાગર જીલ્લામાં દરેક વિધાનસભા મતવિભાગ દીઠ 07 સખી મતદાન મથક બનાવવામાં આવેલ છે.