- ચૂંટણી ફરજમાં રોકાયેલા જીલ્લાના કુલ 586 જેટલા લોકોની વિવિધ રીતે સારવાર કરવામાં આવી.
નડિયાદ, રાજ્યમાં પ્રવર્તમાન હીટવેવના મધ્યે યોજાયેલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ખેડા જેટલા આરોગ્ય તંત્ર દ્વારા ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફને વિવિધ આરોગ્ય લક્ષી સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ડીસ્પેચીગ સેન્ટર ખાતે 95 વ્યકિતઓને જ્યારે મતદાન મથકે 491 વ્યકિતઓને સારવાર આપવામા આવી હતી. જ્યારે 4 વ્યકિતઓને વધૂ સારવાર માટે નજીકના સરકારી હોસ્પિટલમા મોકલવામા આવેલ.