નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે સમગ્ર ખેડા મતવિસ્તાર માટે મતદાન ચાલી રહ્યું છે ત્યારે 118- મહુધા બેઠક માટે ધંધોડી ગામની પ્રાથમિક શાળા ઇસ્ટ ખાતે સખી સંચાલિત અને દિવ્યાંગ સંચાલિત મતદાન બુથ પર મતદારોએ વોટ આપી નાગરિક તરીકેની જવાબદારી નિભાવી હતી.
અહીં ધંધોડી-1 દિવ્યાંગ સંચાલિત મતદાન બુથ અને ધંધોડી-2 સખી સંચાલિત મતદાન બુથ પર દિવ્યાંગ અને મહિલા સ્ટાફ દ્વારા સમગ્ર મતદાન પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં સખી સંચાલિત મતદાન બુથને લાઈટ પિંક કલરથી સુશોભિત કરવામાં આવ્યું હતું. જે મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પ્રસંગે ધંધોડી ગામના દંપતિ મતદાર, 66 વર્ષીય રમણભાઈ મંગળભાઈ ભોઈ અને તેમના પત્ની કાંતાબેન રમણભાઈ ભોઈએ વોટ આપી સેલ્ફી બુથ પર ફોટો પડાવી લોકશાહીના અવસરમાં ભાગીદારી નોંધાવી હતી.