17-ખેડા લોકસભા બેઠકમાં મતદાનના 5 વાગ્યા સુધીમાં 53.83% મતદાન નોંધાયું

  • સવારના 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીમાં માતર ખાતે સૌથી વધુ 56.27% મતદાન નોંધાયું.

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે ખેડા લોકસભા બેઠક માટે સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 53.83% મતદારોએ મતદાન નોંધાવ્યું હતું.

જેમાં 115 માતર ખાતે 56.27%

116 નડીયાદ ખાતે 51.08%

117 મહેમદાવાદ ખાતે 54.43%

118 મહુધા ખાતે 52.80%

120 કપડવંજ ખાતે 52.34%

57 દસક્રોઈ ખાતે 55.10%

58 ધોળકા ખાતે 54.56% મતદાન નોંધાયું હતું.