ડ્રગ્સ મામલે NCB હવે કરશે કરન જોહરની પાર્ટીનાં જૂના VIDEOની તપાસ? રિયા ચક્રવર્તીએ લીધા 25 સેલેબ્સનાં નામ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં હવે ડ્રગ્સ એંગલની તપાસ થઇ તો રિયા ચક્રવર્તી ખરાબ રીતે ફસાઇ ગઇ છે. રિયા અને તેનાં ભાઇની ધરપકડ થઇ ગઇ છે. તો આ બાદ આવેલાં સમાચાર મુજબ ડ્રગ્સ કેસમાં 25 મોટા સેલિબ્રિટીઝનું નામ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ, આ સેલેબમાં કેટલાંકનાં નામ સામે આવ્યાંનાં પણ દાવા છે. તો એક આવી જ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, NCB હવે કરન જોહર (Karan Johar)ની તે પાર્ટીનાં વીડિયોની પણ તપાસ કરી શકે છે જે અંગે 2019 ઓક્ટોબરમાં ભારે વિવાદ થયો હતો. જોકે આ ખબરોની કોઇ અધિકૃત પુષ્ટિ કે એલાન થયું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિયા ચક્રવર્તીએ 25 બોલિવૂડ સેલિબ્રિટીઝનાં નામની સાથે સાથે એમ પમ કહેવામાં આવી રહ્યું છે કે, બોલિવૂડમાં 80 ટકા લોકો ડ્રગ્સ લે છે. DNAની રિપોર્ટમાં આ વાત સામે આવી છે. રિયાનાં સ્ટેટમેન્ટ બાદ NCB કરન જોહરની એક પાર્ટીનો જુનાં વીડિયોની તપાસ કરશે. આ પાર્ટી 2019 ઓક્ટોબરનો છે. જેમાં વિકી કૌશલે ડ્રગ્સ લીધુ હોય તેવો દાવો હતો. કહેવાય છે કે, NCB ટૂંક સમયમાં જ તે 25 સેલિબ્રિટીઝને સમન્સ બજાવશે.

કરન જોહરની આ પાર્ટીની વાત કરતાં તેમાં વિકી કૌશલ (Vicky Kaushal)ની સાથે સાથે દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર, રણબીર કપૂર, મલાઇકા અરોરા, અર્જુન કપૂર, વરૂણ ધવન, જોયા અખ્તર, અયાન મુખર્જી, મીરા રાજપૂત, શકુન બત્રા સહિત ઘણાં લોકો નજર આવ્યાં હતાં. આ વીડિયો જ્યારે વાયરલ થયો હતો ત્યારે MLA મનજિંદર એસ સિરતાએ શેર કર્યો હતો.

MLA મનજિંદરે આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, સેલિબ્રિટીઝ પર પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ છે. જે બાદ કરન જોહરે આ મામલે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે, પાર્ટીમાં ડ્રગ્સ ન હતું.