દાહોદ,
દાહોદ રેલવે સ્ટેશન ખાતે એક અજાણ્યો યુવાન હાઈ ટેન્શન લાઈનના થાંભલા પર ચડી જતા રેલવે તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.જોકે રેલવેના કર્મચારીઓએ યુવકને હાઇટેંશન લાઈનના થાંભલા પરથી સુરક્ષિત રીતે ઉતારી જીઆરપી પોલીસ સ્ટેશન આવ્યો હતો.
રેલવે પ્લેટફોર્મ પર લોકટોળા જામી ગયા છે.દાહોદ રેલવે સ્ટેશન પર આ સમયે અનેક સુપરફાસ્ટ, તેમજ ગુડ્સ ટ્રેનોની અવરજવર રહેતી હોય છે. જેથી વધુમાં વધુ લોકો રેલવે સ્ટેશન પર હજાર હોય જે કારણે પણ રેલવે તંત્ર ભારે હરકતમાં આવી જવા પામ્યો હતો. જોકે આ યુવક ઘણીવાર સુધી થાંભલા પર ચઢેલો રહેતા અત્રેથી ટ્રેનોની આવાજાહીમાં કોઈ વિશેષ અડચણરૂપ બાબત ન બને તે માટે રેલવે તંત્રના તજજ્ઞો રેલવે સ્ટેશન પર દોડી આવ્યા છે. અને હાઈ ટેંશન લાઈન માટે સંપૂર્ણ બ્લોક લઇ ઇઁહ્લ તેમજ ય્ઇઁ પોલીસની મદદથી યુવક નીચે ઉતારવા માટે તૈયારી કરવામાં આવી હતી અને બનાવ સંબંધે ફાયર બ્રિગેડની પણ મદદ લેવાની તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ રેલવેના કર્મચારીઓ સમય સૂચકતા વાપરી હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડતા યુવક ગભરાઈને પ્લેટફોર્મના શેડ પર આવ્યો હતો ને ત્યાંથી નીચે ઉતરતા રેલવેના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકોએ પીછો કરતા જીઆરપી પોલીસે તેને ઝડપી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. જ્યાં પૂછપરછ દરમિયાન તે યુવક ઝારખંડના ગુડીપાડા નો હોવાનું બહાર આવ્યું હતું અને અહીંયા રોજગારની તલાશમાં ટ્રેન મારફતે આવ્યો હતો, પરંતુ રોજગાર ન મળતા કંટાળીને રેલવે લાઇનના હાઈ ટેન્શન આમલા પર ચડી ગયો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.