અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નાં પ્રવક્તા ડૉ અમિત નાયક દ્વારા જણાવવામાં આવેલ કે અમદાવાદ મુંબઇ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ એ કેન્દ્ સરકાર અને રાજ્ય સરકાર નો સંયુક્ત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે જે ૨૦૧૩ થી અમલ માં આવેલ અને આ પ્રોજેક્ટ હેઠળ આવતાં ગ્રામ્ય કે શહેરી વિસ્તાર માં આવેલ ખેતી કે બિનખેતી જમીન, મકાન કે ફેક્ટરીઓ નો યોગ્ય સર્વે કરી, દસ્તાવેજ ની ચકાસણી કરી અસર કરતાં ને વળતર ચૂકવવાની જોગવાઈ છે.
ઉપરોક્ત પ્રોજેક્ટ માં કેન્દ્ અને રાજ્ય સરકાર નાં અધિકારીઓ જોડે સાંઠગાંઠ કરી પોતાના પદ નો દુરુપયોગ કરી જે તે સમયે આણંદ લોક્સભા નાં ભાજપા નાં ઉમેદવાર અને તત્કાલ સમય નાં સાંસદ મિતેષ પટેલ દ્વાર પોતાની ઉભી કરેલી કંપની દિવ્યકિરણ એગ્રો પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જેમાં તેઓ ખુદ ડિરેક્ટર તરીકે સીધાં લાભાર્થી છે અને ખોટાં દસ્તાવેજ અને સર્વે રીપોર્ટ ઉભા કરી સરકાર નાં ૫૦ કરોડ થી વધારે ની રકમ ની કટકી ખાઈ આણંદ અને ગુજરાત ની જનતા સાથે વિશ્ર્વાસઘાત કરેલ છે અને ભાજપા નાં ખાતો નથી અને ખાવા દેતો નથી નાં ખોટાં સૂત્રો સાથે તાલમેલ થતાં નથી. જો ખરેખર મોદી સરકાર ભ્રષ્ટાચાર નાં મામલે ગંભીર હોત તો ઉપરોક્ત મામલે કૉંગ્રેસ પક્ષ નાં નેતા દ્વારા અગાઉ પણ તપાસ ની માંગણી કરી હતી તેની નિષ્પક્ષ તપાસ કરી ને આણંદ ની જનતા સમક્ષ રિપોર્ટ કાર્ડ મૂકી શક્તાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપા નાં નેતાઓ નાં ભ્રષ્ટાચાર નાં રૂપિયા થી જિલ્લા અને શહેરી વિસ્તારો માં માત્ર કમલમ કાર્યાલયો નો વિકાસ જ તેમનાં ભ્રષ્ટાચાર ની ચાડી ખાઈ છે.