ગોધરા એલઆઈસી કર્મચારીની કારમાંથી 2 લાખ રોકડ મળ્યા

ગોધરા, ગોધરા પરવડી ચોકડી પાસે એસ.એસ.ટી.ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક એલઆઈસી કર્મચારીના કબ્જાની કારમાંથી બે લાખ રૂપિયા રોકડ મળી આવ્યા હતા. રોકડ કબ્જે લઈને આધાર પુરાવા સહિતની તપાસ હાથ ધરી હતી.

લોકસભા ચુંટણીને લઈને રોકડ રકમની હેરાફેરી તથા ગુનાહિત પ્રવૃતિત રોકવા પંચમહાલ જિલ્લા ચેકપોસ્ટ ઉભી કરીને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે ગોધરા-દાહોદ હાઈવે પરવડી ચોકડી બાયપાસ પાસે એસ.એસ.ટી.ટીમ દ્વારા વાહનોનુ સઘન ચેકિંગ હાથ ધરી રહ્યા હતા દરમિયાન દાહોદ તરફના રોડ પર એક કાર આવતા ટીમે કારને રોકીને કારની તપાસ કરી હતી. તપાસ કરતા કારમાં એક બેગમાં રોકડ બે લાખ રૂપિયા મળી આવ્યા હતા. એસ.એસ.ટી.ટીમે કાર ચાલકની પુછપરછ કરતા પોતે ગોધરા એલઆઈસી શાખાનો એલ.આઈ.સી.કર્મચારી હોવાનુ જણાવ્યુ હતુ. બે લાખ રોકડ રકમ વિશે કર્મીને પુછતા આ રકમ મોરવા(હ)તાલુકાના મોરા ગામેથી વીમાનુ પ્રિમીયમ લઈને આવતો હોવાનુ રટણ કર્યુ હતુ. ટીમે િ5્રમીયમ ભર્યાની પહોંચ માંગતા કર્મી પાસે મળી આવી ન હતી. ખરાઈ માટે એસ.એસ.ટી.ટીમ કર્મચારીને લઈ ગોધરા પ્રાંત કચેરી ખાતે લઈને આવ્યા હતા. કારમાંથી મળી આવેલ બે લાખ રોકડ રકમ અંગે આધાર પુરાવા સહિતની તપાસ હાથ ધરી હતી.