ગોધરાના મહિલા ડોક્ટરનો મતદાન માટે અનોખો પ્રયાસ: મતદાન કરશે તેમને ની: શુલ્ક ફિઝયોથેરાપીની સારવાર

ગોધરા, આવતીકાલે રાજ્યમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. એટલે કે આવતીકાલે 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે રાજ્યની 25 બેઠકો પર મતદાન થવાનું છે. સાથે જ વિધાનસભાની પેટા ચૂંટણી માટે 5 બેઠકો પર મતદાન થશે. આ મહાપર્વમાં લોકો ઉત્સાહભેર ભાગ લઈ શકે અને વધુમાં વધુ મતદાન થયા તે માટે ગોધરાના ડોકટર દ્વારા ની શુલ્ક સેવાનો આપશે.

લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે લોકોને જાગરૂત કરવા માટે ચૂંટણી પંચ દેસભરમાં અનેક કાર્યક્રમ ચલાવી રહ્યું છે. મતદાતાઓને મતદાન માટે પ્રેરિત કરવા માટેના અભિયાનમાં વેપારી વર્ગ સહીત તમામ વ્યક્તિઓ પણ આગળ આવી રહ્યા છે.ત્યારે ગોધરામાં મતદાનના દિવસે મતદાતાઓને ની શુલ્ક ફીજ્યોથેરાપીની સારવાર આપવામાં આવશે.

બામરોલી રોડ પર આવેલું સંપર્ક ફિઝયોથેરાપી સેન્ટરના ડોકટર હેતલ પ્રજાપતિ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.. જે મતદારો આવતી મત આપવા જશે અને તેમને ફિઝયો ની જરૂર હશે તેમને નિ:શુલ્ક સારવાર આપવાના આવશે..
રાજ્યભરમાં આવતીકાલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આવતીકાલે મતદાન કરનારા વ્યક્તિને નિ:શુલ્ક સારવારની સેવા આપવામાં આવશે. મત જાગૃતિના ઉદ્દેશ્ય સાથે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે ડોકટર હેતલ પ્રજાપતિ દ્વારા આ સુવિધા આપવામાં આવી રહી છે. માહિતી મુજબ, મતદાન કર્યાનું નિશાન બતાવીને લોકો ફીઝયોથેરાપી સેન્ટર પર આવી નિ:શુલ્ક સેવાની લાભ લઈ શકશે. ફ્રી સારવારની આ સુવિધા આવતીકાલે એક દિવસ માટે આપવામાં આવશે.