18 પંચમહાલ લોકસભા બેઠકમાં સમાવેશ થતા ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ સંસદીય ક્ષેત્રમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થશે. જેમાં પંચમહાલ લોકસભા બેઠક પરના 18 89,945 મતદારોમાં પુરુષ મતદારો 9,63,535, સ્ત્રી મતદારો 9,26,380 અને સર્વિસ મતદારો 1,488 તેમજ થર્ડ જેન્ડર મતદારો 30 જે પૈકી યુવા મતદારો 34,793 પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. કુલ 2109 મતદાન મથકો ખાતે આજે મતદાનની પ્રકિયા હાથ ધરાશે.
ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે મતદાન કર્યું
પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે મતદાન કર્યું. પોતાના પરિવાર સાથે કરોલી પ્રાથમિક શાળા ખાતે આવેલા બૂથમાં મતદાન કર્યું.
ગોધરામાં મતદાન કરવા માટે સવારથી જ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો..૧૮ પંચમહાલ સંસદીય મતવિસ્તારના ગોધરાના બુથ નંબર ૧૮૦- સખી મતદાન મથક ખાતે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આશિષ કુમારે પરિવાર સાથે સૌપ્રથમ મતદાન કર્યું… અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી..લોકશાહીના પર્વને ઉજવવા માટે મતદાન મથકો ખાતે વહેલી સવારથી લોકોએ ભાગ લીધો..
ગોધરા ધારાસભ્ય સી કે રાઉલજીએ પોતાના પરિવાર સાથે કર્યું મતદાનગોધરા શહેરના વાવડી બુઝર્ગ પંચાયત ખાતે આવેલ મતદાનમથક ખાતે કર્યું મતદાનમતદાન કર્યા બાદ ધારાસભ્યે ૪૦૦ઉપરાંત બેઠકો પર ભાજપની વિજયનો કર્યો દાવોસમગ્ર દેશમાં ભાજપનો ભવ્ય વિજય થનાર હોવાનું પણ જણાવ્યું.
ગોધરા માં મતદાન માટે દિવ્યાંગ મતદારો નો ઉત્સાહ,53 વર્ષીય દિવ્યાંગ ધર્મેન્દ્રભાઈ પટેલે વ્હીલચેરમા બેસી મતદાન મથક ખાતે પહોંચ્યા અને મતદાન કર્યુ.