આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ગામોમાં મતદાન જાગૃતિ અન્વયે રેલી,સૂત્રોચ્ચાર અનેગરબા કરવામાં આવ્યા

  • આઈ.સી.ડી.એસ વિભાગ સાથે જોડાયેલી30,000 થી વધુ કિશોરીઓ અને બહેનો દ્વારા મતદાન જાગૃતિ હાથ ધરવામાં આવી

ખેડા, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન તા.7 મે,2024 ના રોજ યોજાનાર છે. ત્યારે જિલ્લાના સૌ મતદારો ખાસ કરીને મહિલા મતદારો ઉત્સાહથી મોટી સંખ્યામાં મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ સાથે જોડાયેલી કિશોરીઓ તથા બહેનો દ્વારા ખેડા જિલ્લાના વિવિધ ગામોમાં રેલી, સૂત્રોચ્ચાર તથા ગરબા કરી મતદાન કરવા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી મનીષાબેન બારોટની માર્ગદર્શક સુચનાઅનુસારઆઈ.સી.ડી.એસની કુલ 30,000 થી વધુ કિશોરીઓ તથા બહેનો આ કાર્યક્રમમાં જોડાઈ હતી.