ખેડા સંસદીય મતદાર વિભાગના કુલ 442 ક્રિટિકલ મતદાન મથકો પર ચૂંટણી તંત્રની રહેશે બાજ નજર

  • ખેડા સંસદીય મતદાર વિભાગના કુલ 2037 મતદાન મથકો પૈકી કુલ 442 ક્રિટિકલ મતદાન મથકો પર વેબ-કાસ્ટિંગથી લાઈવ મોનિટરીંગ શરૂ

ખેડા, લોકસભા સામાન્ય ચૂંટણી- 2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં તા. 07 મેના રોજ મતદાન યોજાશે ત્યારે ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર પણ ખડેપગે કામગીરી કરી રહ્યું છે.ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે કલેક્ટર કચેરી ખાતે લાઇવ વેબકાસ્ટ મોનિટરીંગ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં સમગ્ર 17- ખેડા સંસદીય મતદાર વિભાગના કુલ 2037 મતદાન મથકોમાંથી કુલ 442 મતદાન મથકોના વેબ- કાસ્ટિંગનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.ચૂંટણી તંત્ર મિનિટ ટુ મિનિટ વેબકાસ્ટિંગની ટીમ સાથે સમગ્ર સંસદીય મતદાર વિભાગના મતદાન મથકો પર સતત મોનીટરીંગ કરશે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા પણ સંવેદનશીલ મતદાન મથકો પર સતત મોનિટરીંગની સમીક્ષા કરવામાં આવશે.