
- આયોજકોએ લગ્નગ્રંથિથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઇ કરાવવી પડશે.
ગોધરા,પંચમહાલ જીલ્લામાં હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, અને તેમાંય ખાસ કરીને અખાત્રીજ (અક્ષયતુતીયા)ના દિવસને લગ્ન માટે શુભ માનવામાં આવે છે. જેથી પંચમહાલમાં બાળલગ્ન ન થાય તે માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે. આ પ્રકારના બાળલગ્નોમાં સામેલ થનાર ગોરમહારાજ, રસોયા, મંડપ ડેકોરેશન, ડી.જે., બેન્ડબાજાવાળા, ફોટોગ્રાફર સહીતનાઓની સામે પણ કાર્યવાહી કરી શકાય છે. આ અંગે બાળલગ્ન પ્રતિબંઘક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીશ્રીએ જણાવ્યું છે કે, સમુહલગ્નના આયોજકો તથા વર-ક્ધયાના માતાપિતા સહિત અન્ય લોકો પણ બાળલગ્નની મદદગારીમાં સામેલ હોય તો પણ તેમની સામે ગુનો નોધાય છે.આ ઉપરાંત બાળલગ્નોની જાણકારી બાળલગ્ન પ્રતિબંઘક અઘિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી અથવા પોલીસને મળે અને આવા લગ્ન અટકાવવામાં આવે ત્યારે લગ્નનો ખર્ચ માથે પડે છે. જેના પરીણામે લગ્ન કરાવનારની પ્રતિષ્ઠાને પણ અસર થાય છે. તેથી લગ્ન નક્કી થાય તે પહેલાં જ વર-ક્ધયાની ઉંમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહી. બાળલગ્ન પ્રતિબંઘક અધિનિયમ-2006 મુજબ 21 વર્ષથી નીચેનો યુવક તથા 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરાવવામાં મદદગારી કરવી તે પણ ગુનો બને છે તથા આ કાયદા હેઠળ બે વર્ષની જેલની સજા તથા એક લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને સાથે શિક્ષાપાત્ર બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-ક્ધયાના માતા પિતા, લગ્ન કરાવનાર ગોર મહારાજ, સમુહ લગ્નના આયોજકો, કેટરર્સ, મંડપ સર્વિસવાળા, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, ડી.જે., બેન્ડબાજાવાળા, સહિતના મદદગારી કરનાર ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લામાં કોઇપણ જગ્યાએ બાળલગ્નો જણાઇ આવે તો નીચે મુજબની કચેરીમાં તાત્કાલીક જાણ કરવા જણાવ્યું છે.
1.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ભોંય તળીયે, જીલ્લા સેવા સદન-2, કલેકટર કચેરી કંમ્પાઉન્ડ, ગોધરા જી: પંચમહાલ ફોન નં. 02672 -241487, મો. 9428029250
2.જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં. 59 અને 60, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન 2,કલેકટર કચેરી કંમ્પાઉન્ડ, ગોધરા જી. પંચમહાલ ફોન નં. 02672-243480, મો. 9714079009
ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098
અભયમ 181
પોલીસ ક્ધટ્રોલર નંબર 100
જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર: 02672-242504
છે તેમ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી પંચમહાલ ગોધરા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.