
ગોધરા, તારીખ 4 – 5 મે 2024 ના રોજ ગોધરા શેઠ પી ટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે કર્યું હતું જેમાં ગોધરા ના 78 જેટલા વૈષ્ણવ યુવાનો એ ભાગ લીધો હતો અને 6 ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં ગોધરા ના ડોક્ટર ઈશાન મોદી (સ્પર્શ હોસ્પિટલ) એ વૈષ્ણવ યુવાનો ને પ્રોત્સહન કરવા માટે ખુબ જ સરસ મઝા ની અલગ અલગ ટ્રોફી સ્પોન્સોર કરી હતી.
આ ટુર્નામેન્ટ માં ફાઇનલ મેચ રામકિશન અને જય ની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં જય ની ટીમ નો ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ મેચ માં જય ની ટીમ તરફ થી પાર્થ દેસાઈ એ તોફાની બેટિંગ કરતા 34 બોલ માં 62 રન કરતા તેમનો સ્કોર 10 ઓવેર માં 103 રન થયો હતો તેના જવાબ માં રામકિશન ની ટીમ માત્ર 64 રન જ કરી સકી હતી. ફાઇનલ મેચ ની મેન ઓફ ધ મેચ પાર્થ દેસાઈ ને આપવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટ માં મન ઓફ ધ સિરીઝ અને બેસ્ટ બેટર પાર્થ પંકજકુમાર દેસાઈ. બેસ્ટ બોલર જય શાહ, મેક્સિમમ કેચ ઓફ ધ ટુર્નામેન્ટ સેતુ શાહ ને આપવામાં આવ્યું હતું.