ભારતીય ઇક્વિટી માર્કેટ ૧,૧૮૪ પોઇન્ટના રોજ જંગી ઉછાળા સાથે બંધ આવ્યું


મુંબઇ,
અમેરિકાના ફુગાવાના આંકડા અપેક્ષા કરતાં સારા આવતા મંદી હળવી થવાના અને વ્યાજદરોમાં વૃદ્ધિ અટકવાની સંભાવનાએ બીએસઇ સેન્સેક્સ ૧,૧૮૧.૩૪ પોઈન્ટ અથવા ૧.૯૫% વધીને ૬૧,૭૯૫.૦૪ પર અને નિટી ૩૨૧.૫૦ પોઈન્ટ અથવા ૧.૭૮% વધીને ૧૮,૩૪૯.૭૦ પર બંધ આવ્યો હતો. લગભગ ૧૭૬૯ શેર વયા છે, ૧૫૯૧ શેર ઘટ્યા છે અને ૧૩૧ શેર યથાવત છે.

એચડીએફસી, એચડીએફસી બેંક, ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજીસ અને ટેક મહિન્દ્રા ટોચના નિટી ગેનર્સમાં હતા, જ્યારે આઇશર મોટર્સ, હીરો મોટોકોર્પ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, એસબીઆઇ અને એમ એન્ડ એમ ટોપ લૂઝર હતા.

સેક્ટોરલ મોરચે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને મેટલ ઇન્ડેક્સમાં ૨-૩ ટકાનો વધારો થયો હતો, જ્યારે ઓટો, એફએમસીજી અને પીએસયુ બેક્ધ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. મ્જીઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડાઇસીસ લગભગ લેટ બંધ આવ્યા હતા.

સેન્સેક્સ અને નિટીએ આ અઠવાડિયે સકારાત્મક વળતર જોયું જ્યારે BSE મિડકેપ અને મ્જીઈ સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં નજીવો ઘટાડો જોવા મળ્યો. સેક્ટોરલ ધોરણે, BSE, IT, BSEઇન્ડેક્સ અગ્રણી ગેનર હતા, જ્યારેu BSE હેલ્થકેર અને મ્જીઈ ઑટો દબાણ હેઠળ હતા.

દરમિયાન,Q2FY૨૩ કમાણીની કામગીરી અપેક્ષા કરતા આગળ રહી છે, જે બેંક પરિણામો દ્વારા સંચાલિત છે. આ સપ્તાહે ચોખ્ખો FPI પ્રવાહ સકારાત્મક રહ્યો છે. હવે, જેમ જેમ આપણે પરિણામની સીઝનના છેલ્લા કેટલાક દિવસોમાં પ્રવેશ કરીએ છીએ, તેમ તેમ આગળ જતા બજારનું યાન ધીમે ધીમે વૈશ્ર્વિક અને સ્થાનિક મેક્રો ડેટા પોઈન્ટ્સ તરફ જશે, જેમાં ફુગાવો, સેન્ટ્રલ બેંકની કાર્યવાહી, અન્યનો સમાવેશ થાય છે.