ઇઝરાયલી દળો સામેની લડાઈ માટે ઇસ્લામિક જેહાદની તૈયારીઓનું નેતૃત્વ કર્યું હતું,આઈડીએફ

જેરુસલેમ, ઈઝરાયેલ ડિફેન્સ ફોસસે ઈસ્લામિક જેહાદ રફાહ બ્રિગેડના વરિષ્ઠ કમાન્ડર અયમન જરરાબને મારી નાખ્યો.આઇડીએફે કહ્યું કે દક્ષિણ ગાઝા શહેરમાં હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં અયમાન જરાબ માર્યો ગયો હતો.સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ આઇડીએફને ટાંકીને કહ્યું કે ઝરરાબે ૭ ઓક્ટોબરે ગાઝા પટ્ટીની સરહદ પર કિબુત્ઝ સુફા અને સુફા સૈન્ય ચોકી પરના હુમલા દરમિયાન ઈસ્લામિક જેહાદના ચુનંદા દળોને નિર્દેશ આપ્યો હતો.

આઈડીએફના જણાવ્યા મુજબ, જરરાબે ઘણા હુમલાઓને કમાન્ડ અને નિર્દેશિત કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં, તેણે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી દળો સામેની લડાઈ માટે ઇસ્લામિક જેહાદની તૈયારીઓનું નેતૃત્વ કર્યું હતું. ઈઝરાયેલી સેનાએ કહ્યું કે ઝરરાબની સાથે અન્ય બે ઈસ્લામિક જેહાદ કાર્યર્ક્તાઓ પણ હુમલા દરમિયાન માર્યા ગયા.