સિડની, ઓસ્ટ્રેલિયન પોલીસે એક કટ્ટરપંથી ૧૬ વર્ષના છોકરાને ઠાર માર્યો છે જેણે છરી વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી સગીર ભીડમાં એક વ્યક્તિ પર ચાકુ વડે હુમલો કર્યો હતો. પોલીસ અને રાજ્યના પ્રીમિયર રોજર કૂકે રવિવારે આ માહિતી આપી હતી. કુકે પત્રકારોને જણાવ્યું હતું કે કિશોર પોલીસ તરફ દોડ્યો હતો અને તેને એક અધિકારીએ ગોળી મારી હતી. ગોળી વાગવાથી સગીરનું મોત થયું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ઓનલાઈન કટ્ટરપંથી બની ગયો હતો.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ આવી જ એક ઘટના બની હતી. જ્યાં એક શોપિંગ સેન્ટર (સિડની મોલ સ્ટેબિંગ્સ)માં ૬ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ પછી હુમલાખોરને પોલીસે ઠાર કર્યો હતો. છરીની ઘટના બાદ મોલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા લોકોએ સુપરમાર્કેટમાં આશ્રય લીધો, જ્યાં તેઓ લગભગ એક કલાક સુધી છુપાયા.