મૌલવીની સુરતમાંથી કરાઈ ધરપકડ, હિંદુ નેતાઓ હતા નિશાના પર

સુરત, ગુજરાતના સુરતમાંથી એક મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુ નેતાઓ એ મૌલવીના નિશાના પર હતા, બીજેપીની નુપુર શર્માનું નામ પણ આ યાદીમાં સામેલ હતું. પાકિસ્તાનમાંથી હથિયારો સપ્લાય કરવામાં આવ્યા હતા અને મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારીઓ ચાલી રહી હતી.સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે દેશના અગ્રણી હિંદુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર મૌલાનાની ધરપકડ કરી છે. સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે પોલીસને મૌલાનાના મોબાઈલ ફોનમાંથી ઘણી મહત્વની માહિતી મળી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૌલાના દેશના ટોચના હિંદુ નેતાઓ પર હુમલો કરીને હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. તેમને કહ્યું કે પકડાયેલ આરોપી દુશ્મન દેશ સાથે પણ સંપર્કમાં હતો અને દેશમાં અરાજક્તા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે મીડિયા સાથે વાત કરતા મૌલાના સોહેલ અબુબકર વિશે મોટો ખુલાસો કર્યો છે. તેમને કહ્યું કે મૌલવીની સુરતના ચોક બજાર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સુરતના કામરેજ વિસ્તારના કારશ ગામનો રહેવાસી છે. આરોપી એક દોરાના કારખાનામાં મેનેજર તરીકે કામ કરે છે અને ગામમાં નાના બાળકોને ધામક શિક્ષણ આપે છે. જ્યારે તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે કેટલીક ચેટિંગ અને કોલ ડિટેઈલ મળી આવી હતી જે આશ્ર્ચર્યજનક હતી.

સુરતના રાષ્ટ્રીય સનાતન ધર્મના પ્રમુખ અને હિન્દુ નેતા ઉપદેશ રાણાની હત્યા કરવાના પ્લાન અંગે આરોપીઓના મોબાઈલ ફોનમાં ચેટ થઈ હતી. આ ઉપરાંત આરોપીઓના મોબાઈલ ફોનમાંથી હૈદરાબાદના બીજેપી ધારાસભ્ય રાજા સિંહ અને નુપુર શર્માને ધમકાવવાની અને નિશાન બનાવવાની યોજના પણ મળી આવી છે. આરોપીના ફોન પરથી પાકિસ્તાન અને નેપાળમાં અનેક કોલ કરવામાં આવ્યા છે. ચેટમાં પાકિસ્તાનથી હથિયાર મંગાવવાનો મામલો પણ સામે આવ્યો છે.

તમને જણાવી દઈએ કે સુરતના હિંદુ નેતા ઉપદેશ રાણાએ પણ ધમકીઓ મળવા અંગે ગયા મહિને હ્લૈંઇ નોંધાવી હતી. મૌલાનાની કોલ ડિટેલ્સમાં ધમકીભરી ચેટ પણ મળી આવી છે. હવે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરશે. પકડાઈ ન જાય તે માટે આરોપીઓ પોતાના ટાર્ગેટને અલગ અલગ નામથી બોલાવતા હતા. જેમ કે ઉપદેશ રાણાનું નામ ઢાંકણું હતું.

સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય દેશોના લોકો પણ આરોપીના ગ્રુપ સાથે જોડાયેલા છે. જેમાં પાકિસ્તાન, નેપાળ, ઈન્ડોનેશિયા, વિયેતનામ અને કઝાકિસ્તાન પણ સામેલ છે. આરોપીના પાકિસ્તાની હેન્ડલરે પણ તેને ખાતરી આપી હતી કે અમે શક્ય તેટલી વહેલી તકે હથિયારો તેને પહોંચાડીશું.