જૂનાગઢના ૫૭ વર્ષીય સફાઈ કર્મચારીને બ્રેઈન ડેડ જાહેર કરાતા પરિવાર જનોએ અંગદાન કર્યું

જૂનાગઢ: સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત અંગદાન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ  નગર પાલિકામાં કાયમી સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા 57 વર્ષીય ઊર્મિલાબહેન ઝાલાના અંગોનું સિવિલ હોસ્પિટલમાં પરીવારજનો દ્વારા અંગદાન કરવામાં આવ્યું હતું.

જૂનાગઝ મહા નગર પાલિકામાં ફરજ બજાવતા 57 વર્ષીય ઊર્મિલાબહેન ઝાલા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેમના પરિવારને અંગોના દાન વિશે સમજ આપવામાં આવ્યા હતા. તેના લીધે આજે તેમના પરિવારએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી આથી ઉર્મિલાબેનની આંખની બંને કીકી , કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું હતું.

ઉર્મિલાબેનના અનમોલ અંગોને ગ્રીન કોરિડોર થકી જૂનાગઢથી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ગ્રીન કોરિડોર માટે જૂનાગઢથી અમદાવાદ સુધી રોડ માર્ગે જ લઈ જવામાં આવ્યા હતા.

57 વર્ષીય મહિલા ઉર્મિલાબેન ઝાલાને હાઈ બ્લડ પ્રેશરની બીમારી હતી. જેથી તેમની મગજની નસ રફચર થઈ જવાથી તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. અમદાવાદની CIMS હોસ્પિટલ દ્વારા ઉર્મિલાબેનના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. તેમની ટીમ સવારથી હોસ્પિટલ પહોંચી હતી અને તેમના અંગોને લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી.પરિવારની આ પહેલ ને સમગ્ર હોસ્પિટલ સ્ટાફ સહિત સમાજે પણ આવકારી હતી.