હાલોલ, હાલોલ તાલુકાના વરસડા ગામે ધિંગાણુ સર્જાતા એક મહિલા સહિત ચારને માથાફોડ ઈજાઓ થઈ હતી. વરસડા ગામેથી લગ્નની જાન લઈ સાથરોટા ગયેલા દલપતસિંહ છત્રસિંહ સોલંકીને જાનમાં ગામના જ ઈસમો સાથે માથાકુટ થઈ હતી. સાંજે લગ્ન પતાવી જાન પરત ફર્યા પછી વરસડા ગામે દલપતસિંહ સોલંકી તેમના ભત્રીજા બળવંતભાઈ સોલંકી સાથે મોટરસાયકલ પર જતા હતા ત્યારે ઈસમોએ ફરીથી માથાકુટ કરી મારઝુડ કરતા બે પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતા. લગ્નમાં માથાકુટ કરનાર વખતભાઈ કાળુભાઈ તેમના પરિવારના સભ્યોએ લાકડીઓના ફટકા મારી દલપતસિંહ સોલંકીના પરિવારજનોને ઈજાગ્રસ્ત કરવા સર્જાયેલા ધિંગાણામાં એક મહિલા સહિત ચાર ઈસમો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. તો અન્ય બે મહિલાઓ સહિત ચારને સામાન્ય ઈજાઓ પહોંચતા 108 મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ લવાયા હતા. ઈજાગ્રસ્ત દલપતભાઈએ જણાવ્યુ હતુ કે,કુલ નવ લોકો ભેગા મળી અમને માર્યા છે જેનુ કારણે પુછતા મારા ઉપર તમો વ્હેમ રાખો છો મારે તેમના ધરની મહિલા સાથે સંબંધ છે. એમની દુકાન છે હું ત્યાં જાઉં છુ તો મહિલાના સસરા વ્હેમ રાખે છે.