રિઝર્વ બેંકે માર્ચમાં પાંચ ટન સોનું ખરીદ્યું હતું, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સોનાનો ભંડાર વધારી રહી છે.

નવીદિલ્હી, માર્ચમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લગભગ ૫ ટન સોનું ખરીદ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્ર્વમાં કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદીમાં વધારો કર્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, તુર્કીની સેન્ટ્રલ બેંકે માર્ચમાં સૌથી વધુ ૧૪ નંગ સોનાની ખરીદી કરી હતી. આ સિવાય ચીનની સેન્ટ્રલ બેંકે પણ ૫ ટન સોનું ખરીદ્યું છે. અન્ય મોટા ખરીદદારો કઝાકિસ્તાન અને સિંગાપોર છે, જેમણે ૪-૪ ટન સોનું ખરીદ્યું હતું. આ સિવાય રશિયાએ માર્ચમાં ૩ ટન સોનું પણ ખરીદ્યું છે.

વૈશ્વિક અર્થતંત્રમાં યુદ્ધ અને અનિશ્ર્ચિતતાને કારણે કેન્દ્રીય બેંકોનો સોનામાં વિશ્વાસ વધી રહ્યો છે. બજારની અસ્થિરતા અને ફુગાવાના દબાણનો સામનો કરવા માટે સોનાનો ભંડાર ખાસ કરીને મહત્વપૂર્ણ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટ અનુસાર, ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વિશ્વભરમાં સોનાની માંગ વાર્ષિક ધોરણે ૩ ટકા વધી છે.

આરબીઆઈનો સોનાનો ભંડાર ૮૦૦ ટનથી ઉપરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે. આ વર્ષે આરબીઆઈએ કુલ ૧૮.૫ ટન સોનાની ખરીદી કરી છે. એપ્રિલની શરૂઆતમાં, રિઝર્વ બેંક પાસે લગભગ ૮૨૨.૧ ટન સોનાનો ભંડાર હતો.