બેંગ્લુરુ,
૨૦૨૩માં યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યના રાજ્યસભા સાંસદ લહરસિંહ સિરોયાએ ભાજપને સલાહ આપતાં ગુજરાત જેવા દિગ્ગજોની સરખામણીમાં યુવાનોને આગળ લાવવાની વાત કરી છે.
સાંસદ લહર સિંહ સિરોયાએ કહ્યું કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પાર્ટીના હિતમાં ૨૦૨૩ની ચૂંટણીમાં યુવાનો માટે રસ્તો બનાવવો જોઈએ. સોશિયલ મીડિયા પર લખીને, ભાજપ સાંસદે કર્ણાટકમાં પાર્ટીના નેતાઓને ગુજરાતના ઉદાહરણને અનુસરવા કહ્યું, જ્યાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી ન લડવાનું પસંદ કર્યું છે. તેમણે ટ્વીટ કર્યું કે, ગુજરાતમાં જે થયું તે કર્ણાટકમાં પણ એક મોડલ તરીકે કામ કરવું જોઈએ. ગુજરાતના પૂર્વ C.M. વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ પૂર્વ મંત્રીઓએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે આગળ લખ્યું કે, સરળ પેઢીગત પરિવર્તનને મંજૂરી આપીને લોકશાહીને મજબૂત કરવા માટે આ એક પ્રશંસનીય પગલું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી હવેથી થોડા મહિનામાં યોજાશે. વરિષ્ઠ નેતાઓએ રાજ્ય અને રાષ્ટ્રના વિશાળ હિતમાં યુવાનો માટે માર્ગ બનાવવો જોઈએ.
આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કે એસસ ઈશ્વર રપ્પા, નેહરુ ઓલેકર, જીએચ થિપારેડ્ડી જેવા વરિષ્ઠ ભાજપના નેતાઓ રાજ્ય કેબિનેટનો ભાગ બનવા અને આવતા વર્ષે ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. દિગ્ગજ નેતા યેદિયુરપ્પા જેઓ ભાજપ સંસદીય બોર્ડના સભ્ય છે. તેમણે સંકેત આપ્યો છે કે, તેઓ ૨૦૨૩માં તેમની શિકારીપુરા બેઠક પરથી ચૂંટણી લડશે નહીં અને જો ભાજપ તેમને ટિકિટ આપવા માંગશે તો તેમના નાના પુત્ર મ્ વિજયેન્દ્ર ઉમેદવાર હશે. ૭૯ વર્ષીય યેદિયુરપ્પાને તેમની વૃદ્ધાવસ્થાને કારણે ૨૦૨૧માં કર્ણાટકના ઝ્રસ્ પદ છોડવાની ફરજ પડી હતી અને તેમના સ્થાને યુવાન બસવરાજ બોમાઈને લેવામાં આવ્યા હતા, જેઓ યેદિયુરપ્પાની જેમ લિંગાયત સમુદાયમાંથી આવે છે.
અહીં તમને જણાવી દઈએ કે, લહર સિંહ સિરોયા પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાના નજીકના નેતાઓમાંના એક માનવામાં આવે છે. અને હા કદાચ તમને જાણ હશે કે, બંને નેતાઓ રાજકારણના શરૂઆતના દિવસોથી જ સાથે છે. જો કે, ચૂંટણી પહેલા લહર સિંહ સિરોયાના ટ્વીટથી કર્ણાટકના રાજકીય વર્તુળોમાં ભાજપની રણનીતિ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.