સુરતમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે મૃતકની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ સુરતના પલસાણા સ્થિત ચલથાણામાંથી એક અઝાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. ગટરની કામગીરી ચાલી રહી હતી ત્યારે મજુરોને આ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ અને ગામના આગેવાનોને જાણ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ મૃતદેહ ડી કમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે. જેને કારણે મૃતકની ઓળખ હજી સુધી થઈ નથી. આ અંગે કડોદરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.