વોશિંગ્ટન, અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તાકાત બતાવી રહ્યા છે. ટાઈમ મેગેઝીનને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે પોતાની નીતિઓનો ખુલાસો કર્યો છે, જેને તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ લાગુ કરશે.
આ દરમિયાન તેમણે અમેરિકામાં ઈમિગ્રન્ટ્સના મુદ્દા, દેશની અર્થવ્યવસ્થાથી લઈને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અને પીએમ બેન્જામિન નેતન્યાહુ સાથેના સંબંધો વિશે વાત કરી. તેમની મુલાકાતના કેટલાક અંશોપ
- ઇમિગ્રેશન પર ટ્રમ્પની યોજના વિષે તેમણે કહ્યું હતું
- પ્રશ્ર્ન-૧: તમે સ્થળાંતર કરનારાઓ સામે શું પગલાં લેશો?
- જવાબ- અમેરિકામાં ૨ કરોડથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે. આ અમેરિકન નાગરિકો નથી. આ આપણા દેશ પર હુમલો છે. જેના કારણે ઘણા શહેરોમાં સ્થિતિ વણસી ગઈ છે.
- પ્રશ્ર્ન-૨: શું સરહદ પર સેના તૈનાત થશે?
- જવાબ- મને લાગે છે કે નેશનલ ગાર્ડ આ કરી શકશે. જો તેઓ સક્ષમ ન હોય તો હું યુએસ આર્મીનો પણ ઉપયોગ કરીશ.
- પ્રશ્ર્ન-૩: શું તમે નવું ડિટેન્શન સેન્ટર બનાવશો?
- જવાબ- તેની જરૂર નહીં પડે. અમે તેમને પકડીને અમેરિકા બહાર મોકલીશું. તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં અમે તેમને પાછા મોકલીશું.
- અમેરિકાની અર્થવ્યવસ્થા માટે ટ્રમ્પ શું કરશે?
- પ્રશ્ર્ન-૧: આયાત ટેરિફ માટે શું પ્લાન છે?
- જવાબ- આ વખતે ઈમ્પોર્ટ ટેરિફ પહેલા કરતા વધારે હોઈ શકે છે. તે દેશોમાંથી ઉત્પાદનો આપણા દેશમાં આવે છે, આપણી મિલક્તની ચોરી કરે છે, આપણી નોકરીઓ ચોરી કરે છે, આપણા દેશની ચોરી કરે છે.
- પ્રશ્ર્ન-૨: શું ટેરિફથી ફુગાવો વધે છે?
- જવાબ- મને નથી લાગતું કે તેનાથી મોંઘવારી વધશે. ચીન, ફ્રાન્સ, બ્રાઝિલ અને ભારત સાથે વ્યવહાર કરવો અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે. આ તમામ દેશો ખૂબ જ ઊંચી આયાત ડ્યુટી વસૂલે છે, પરંતુ જો કોઈ તેમાં પ્લાન્ટ સ્થાપે તો તે સારું છે. અમેરિકા પણ આ દેશો સમક્ષ આ જ શરત મૂકવા જઈ રહ્યું છે.