નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં ૮.૩૦ કલાકે મતદાન કરશે

અમદાવાદ, આગામી તા. ૭ મે ના રોજ ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં હાલ ચાલી રહી છે. વડાપ્રધાન સહિત અનેક રાજકીય નેતાઓ મતદાન કરવા માટે ગુજરાત આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. ૭ મે ના રોજ લોક્સભાનાં ત્રીજા તબક્કાનું મતદાન કરવા માટે ગુજરાત આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે. પ્રધાનમંત્રી મોદી સવારે ૮.૩૦ કલાકે મતદાન કરશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરાની શાળામાં સવારે ૯.૩૦ વાગ્યે મતદાન કરશે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે. આનંદીબેન પટેલ શીલજમાં સવારે ૧૦ વાગ્યે મતદાન કરશે. સવારે ૧૧ વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે.