- શેર બજાર અચાનક તૂટી પડ્યું, સેંસેક્સ ૧૪૦૦ પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના ૩ લાખ કરોડ સ્વાહા
મુંબઇ, સવારે મજબૂતીથી શરૂ થયેલું સ્થાનિક શેરબજાર શુક્રવારે મોટા ઘટાડા સાથે બંધ થયું. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ ૭૩૨.૯૬ (૦.૯૮%) પોઈન્ટ ઘટીને ૭૩,૮૭૮.૧૫ પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી ૧૭૨.૩૩ (૦.૭૬%) પોઇન્ટ લપસીને ૨૨,૪૭૫.૮૫ પર બંધ થયો હતો. શુક્રવારે સવારે મજબૂત દેખાઈ રહેલા સેન્સેક્સ અને નિફ્ટી તેમના ઉપરના સ્તરોથી સરકી ગયા હતા. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૧૧૩૦ પોઈન્ટ ઘટીને ૭૩,૪૮૧ પર જ્યારે નિફ્ટી ૨૯૬ પોઈન્ટ ઘટીને ૨૨,૩૫૧ પર બંધ થયો હતો.
બજારમાં વેચવાલી દરમિયાન,બીએસઇના તમામ ૧૯ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. બજારમાં વેચવાલીને કારણે બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. ૪૦૪.૪૮ લાખ કરોડ થઈ હતી. ભારતી એરટેલ, રિલાયન્સ, એલએન્ડટી, મારુતિ સુઝુકી, નેસ્લે ઈન્ડિયા અને ટાટા મોટર્સના શેર બપોરના સત્રમાં ૩.૩૭% સુધી ઘટીને ટોપ લુઝર હતા. સેન્સેક્સમાં બજાજ ટ્વિન્સનો શેર ૧.૮ ટકા સુધી વધ્યો હતો. બજારની વધઘટ સાથે જોડાયેલ ઈન્ડિયા વીઆઇએકસ ૧૧.૬% વધીને ૧૫.૦૧ના સ્તરે પહોંચ્યો.
એ યાદ રહે કે શરૂઆતી કારોબારમાં શાનદાર તેજી બાદ શેર બજારએ અચાનક યૂ-ટર્ન લીધો. સેંસેક્સ આજે પોતાના હાઇ લેવલથી ૨ ટકા અથવા ૧૪૩૪ પોઇન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. તો બીજી તરફ નિફ્ટી આજે પોતાના ઓલ ટાઇમ હાઇ લેવલ ૨૨,૭૯૪ ને ટચ કર્યો હતો, જ્યાંથી લગભગ ૧.૬૦ ટકા એટલે કે ૪૦૦ પોઇન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે. બપોરે ૧ વાગ્યે નિફ્ટી ૨૫૦ પોઈન્ટ ઘટીને ૨૨,૪૦૦ પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે સેન્સેક્સ ૯૧૬ પોઈન્ટ ઘટીને ૭૩,૬૯૫ પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ૪૭૫ પોઈન્ટથી વધુના ઘટાડા બાદ ૪૮,૭૬૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.બીએસઇના ટોચના ૩૦ શેરોમાંથી ૨૫ શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાજ ફાઇનાન્સના શેરમાં ૨ ટકાનો વધારો થયો છે. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં ૨.૪૨ ટકા આવ્યો છે.
એનએસઇ ઉપર ૨,૫૫૩ શેરોમાંથી ૭૬૩ શેરોમાં તેજી યથાવત છે, જ્યારે ૧,૬૮૯ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ૧૦૧ સ્ટોક અનચેંજ છે. ૧૩૩ શેર ૫૨ સપ્તાહની ઊંચી સપાટીએ અને ૭ નીચા સ્તરે પહોંચ્યા છે. ૮૭ શેરોમાં અપર સકટ છે અને ૩૭માં લોઅર સકટ છે. નોંધનીય છે કે આજે સેન્સેક્સ ૪૬૦ પોઈન્ટ વધીને ૭૫,૦૯૫.૧૮ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ ૧૫૦ પોઈન્ટ વધીને ૨૨,૭૯૪ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
શેર બજારમાં ભારે ઘટાડાના કારણે સીએટ ટાયર સ્ટોકમાં ૪.૨ ટકા, જ્યોતિ લેબ્સનો સ્ટોક ૩.૬ ટકા, બ્લુ સ્ટારનો સ્ટોક ૩ ટકા, એમઆરએફનો સ્ટોક ૩ ટકા, ટાટાનો ટ્રેન્ટ સ્ટોક ૩ ટકા અને આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડનો સ્ટોક ૨.૭ ટકા ઘટ્યો છે. શુક્રવારે તેજી બાદ હેવીવેટ શેરોમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો. જેથી શેર બજાર નીચેની તરફ ભાગવા લાગ્યું. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને આઇટી સ્ટોકમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. બીજું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરૂવારે ૯૬૪ શેર વેચ્યા હતા. ત્રીજું સૌથી મોટું કારણ સેંસેક્સની આજે એક્સપાયરી પણ છે. બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિલાઇજેશન લગભગ ૩ લાખ કરોડ રૂપિયાથી ઘટીને ૪૦૫.૮૩ લાખ કરોડ રૂપિયા છે. તેનો અર્થ એ છે કે બીએસઇ શેરોમાં રોકણકારોની વેલ્થમાં આજે ૨.૬૭ લાખ કરોડનો ઘટાડો આવ્યો છે.
માર્કેટ નિષ્ણાતના મતે રોકાણકારો હાલ મોટાપાયે પ્રોફિટ બુક કરી રહ્યા છે. તેમજ યુએસના બિન કૃષિ રોજગારીના આંકડાઓ પર નજર રાખતાં નવી ખરીદી માટે સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે. જો કે, સ્થાનીય સ્તરે મજબૂત ત્રિમાસિક પરિણામો, ક્રૂડના ભાવમાં ઘટાડો માર્કેટ માટે પોઝિટીવ સંકેતો આપે છે. એફઆઈઆઈની વેચવાલીના કારણે વ્યાપક પ્રમાણમાં કરેક્શન જોવા મળ્યું છે. પરંતુ એકંદરે માર્કેટ પોઝિટીવ રહેવાના અંદાજ સાથે નીચા મથાળે ખરીદી કરવા સલાહ આપી રહ્યા છે.