અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે માંડ વીસેક દિવસ બાકી રહ્યા છે. ત્યારે આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના મહિલા પ્રવક્તા પ્રગતિ આહીરની પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટી (છછઁ)ના ગુજરાતના પ્રભારી ગુલાબસિંહ યાદવ પર આક્ષેપો કર્યા હતા. પ્રગતિ આહિરે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ગુલાબસિંહ યાદવ ટિકિટ આપવાના બહાને યુવતીનું યૌન શોષણ કરતા હોવાના આક્ષેપ કર્યા છે.
આમ આદમી પાર્ટીના નેતાઓ દિલ્હીનું કલ્ચર તમારી પાસે રાખો. દંગા, દારૂ અને ડ્રગ પર આમ આદમી પાર્ટી ચાલતી હતી હવે દુષ્કર્મ એમ ત્રણ ડ્ઢ પર ચાલે છે. આપના હાંથીના દાંત દેખાડવાના અને ચાવવાના અલગ છે. ગુજરાતના પ્રભારી અને દિલ્હીના ધારાસભ્ય દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતની મહિલાઓ શું આવા નેતાને સ્વીકારશે? ગુજરાતની મહિલાઓને અપીલ છે કે લોભ લાલચમાં ન આવે. ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડતું આ કૃત્ય કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ટિકિટ અને સંગઠનમાં સ્થાન મળે એ માટે મહિલાનું શોષણ થયું છે.