ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા માટે અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી પ્રચાર કરશે

મુંબઇ,લોક્સભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાનારા છે. ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ૭ મી જૂનના રોજ મતદાન યોજાનાર છે. આ મતદાન પહેલાં જનમત હાંસલ કરવા માટે પ્રચારો પુરજોશ પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી અને ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના પ્રચારમાં જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ જોવા મળશે. રૂપાલી ગાંગુલી એક એવો ચહેરો છે જે ’અનુપમા’ સીરિયલથી ઘરેઘરે જાણીતો બન્યો છે.

ગુજરાત પ્રધાનમંત્રી મોદીનું હોમ સ્ટેટ છે. એ જ કારણ છેકે, અહીં ભાજપને વધારે પ્રચાર પ્રસાર કરવાની જરૂર રહેતી નથી. વર્ષ ૨૦૧૪ અને ત્યાર બાદ ૨૦૧૯ આમ છેલ્લી બે ટર્મથી ગુજરાતની તમામ ૨૬ લોક્સભા બેઠકો પર ભાજપ જ જીતતું આવ્યું છે. તેનું સૌથી મોટું કારણ છે, નરેન્દ્ર મોદી. ત્યારે આ વખતે મોદીની ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા માટે ભાજપના ઉમેદવારો મતદારો પાસે થઈ રહ્યાં છે. એવામાં અનુપમા સીરીયલથી ઘરેઘરે જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ આજે મનસુખ માંડવિયા માટે ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.

ઉલ્લેખની છેકે, અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી પણ તાજેતરમાં જ ભાજપમાં જોડાઈ છે. એક અભિનેત્રી હોવાની સાથે સાથ હવે તે ભાજપની સ્ટાર પ્રચારક પણ છે. રૂપાલી ગાંગુલી પોરબંદરમાં ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા માટે પ્રચાર કરશે. પોરબંદરમાં રૂપાલી ગાંગુલી રોડ શો કરશે. પ્રાપ્ત જાણકારી મુજબ રૂપાલી ગાંગુલી ગુજરાતમાં આવી રહી છે.જુનાગઢના કેશોદ ખાતે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોક્સભાના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયાના સમર્થનમાં રોડ શોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાશે. રુપાલી ગાંગુલીએ એક વીડિયો શેયર કર્યો છે. જેમાં તેને કહ્યુ કે, મનસુખ માડવિયાના સમર્થનમાં ગુજરાતમાં રોડ કરશે તેને લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કર્યુ છે.

રુપાલી ગાંગુલીના વાત કરવામા આવે તો તેને ફેમસ ટીવી સીરિયલ ‘અનુપમા’ અનુપમાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે. તેને ચાહક વર્ગ ખુબ મોટો છે. ત્યારે તાજેતરમાં જ રૂપાલી ગાંગુલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી હતી. ઉલ્લેખનીય છે કે, અનુપમામાં મુખ્ય ભૂમિકા ભજવનારી અભિનેત્રી રુપાલી ગાંગુલી બીજેપીમાં જોડાઈ છે. તેને ભાજપમાં જોડાવા અંગકે કહ્યુ હતુ કે, તે પીએમ મોદીની મોટી પ્રશંસક છે. ભાજપ ખૂબ સારું કામ કરી રહ્યું છે અને તેથી જ હું ભાજપમાં જોડાઈ છું.