
જયપુરમાં સેના દિૃવસની ઉજવણી માટે રાષ્ટ્રીય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સવાઈ માનિંસહ સ્ટેડિયમ ખાતે શૌર્ય સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો. સંરક્ષણ પ્રધાન રાજનાથ િંસહ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જયપુર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન િંસદૃૂર હજુ સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી. તેમણે કહૃાું, “હું રાજસ્થાનની બહાદૃુર ભૂમિ પરથી જાહેર કરું છું કે આતંકવાદૃનો વિચાર નાબૂદૃ ન થાય ત્યાં સુધી શાંતિ માટેના અમારા પ્રયાસો ચાલુ રહેશે.”
ઓપરેશન સિંદૂરમાં, ભારતે માત્ર તેની લશ્કરી શક્તિ જ નહીં પરંતુ તેના રાષ્ટ્રીય ચારિત્ર્યનું પણ પ્રદૃર્શન કર્યું. અમે ઓપરેશનમાં આતંકવાદૃીઓ સામે કાર્યવાહી કરી. પરંતુ આ કાર્યવાહી વિચારપૂર્વક અને માનવતાવાદૃી મૂલ્યોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આ ઓપરેશન ઇતિહાસમાં િંહમત અને સંતુલનનું પ્રતીક બનશે.
આ દૃરમિયાન, તેમણે સૈન્યમાં મહિલાઓની ભાગીદૃારીના મુદ્દા પર પણ વાત કરી. તેમણે કહૃાું કે આજે પણ, સૈન્યમાં મહિલાઓને તકો પૂરી પાડવામાં ઘણા પરંપરાગત અને સાંસ્કૃતિક અવરોધો છે. આ દિૃશામાં એક શરુઆત કરવામાં આવી છે. ૨૦૨૧ થી રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં મહિલાઓનો પ્રવેશ શ કરવામાં આવ્યો છે.
સંરક્ષણ મંત્રીએ કહૃાું કે સમગ્ર વિશ્ર્વ અનિશ્ર્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહૃાું છે. સ્થાપિત ધારણાઓ તૂટી રહી છે. આવી સ્થિતિમાં, દૃેશના અસ્તિત્વ માટે સૈન્યને મજબૂત અને આધુનિક બનાવવું જરુરી બની ગયું છે. તેમણે કહૃાું, “હું રાજસ્થાનથી જાહેર કરું છું કે આપણે ૨૦૪૭ સુધીમાં ભારતીય સેનાને વિશ્ર્વની સૌથી શક્તિશાળી સેના બનાવવા તરફ આગળ વધી રહૃાા છીએ. આપણી સેના ’વસુધૈવ કુટુંબકમ’ ની ભાવનાને મજબૂત બનાવતી શાંતિ દૃૂત તરીકે ઉભરી આવી છે.”