દાહોદ જીલ્લાની પરણિત યુવતિને તેના 5્રેમી યુવકે પ્રેમ સંબંધ જાહેર કરવાની ધમકી આપી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુંં

દાહોદ જીલ્લાની 28 વર્ષીય પરણીત યુવતીને તેના નજીકના ગામના પ્રેમી યુવકે બંને વચ્ચેના પ્રેમ સંબંધની વાત જાહેર કરી દેવાની ધમકી આપી ઘરની પાછળ બોલાવી ખેતરમાં લઈ જઈ તેણીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.

દાહોદ જીલ્લાની 28 વર્ષીય પરિણીત યુવતીને નજીકના ગામના પરેશ ભાભોર નામના યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હોઇ તે પ્રેમ સંબંધનો ગેરલાભ લેવાના બદઇરાદે તેણીને અવારનવાર બોલાવતો હોઇ અને તે યુવતી દરેક વખતે આવવાનો ઇનકાર કરતી હોવાથી પરેશ ભાભોરે ગત તારીખ 20- 4- 2024 ના રોજ રાત્રિના એક વાગ્યાના સુમારે બંને વચ્ચેના પ્રેમ સંબંધને જાહેર કરી દેવાની ધમકી આપી તે યુવતીને પોતાની પાસે આવવા મજબૂર કરી તેના ઘરની પાછળ બોલાવી હતી. અને તે યુવતી આવી હતી. અને તે વખતે યુવતીનો હાથ પકડી ઘર નજીકના ખેતરમાં લઈ જઈ આંબાના ઝાડ નીચે તે યુવતીની મરજી વિરૂદ્ધ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધે દુષ્કર્મનો ભોગ બનેલ પરિણીત પીડીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.