દાહોદ, દાહોદ જીલ્લાના છાપરી ખાતે ભાજપ કાર્યાલય કમલમ પાસે ખાલી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા ની જાહેર સભાનું આયોજન દાહોદ ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરના પ્રચાર અર્થે રાખવામાં આવી હતી. આ જાહેર સભામાં જેપી નડ્ડા દ્વારા વડાપ્રધાન મોદીની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે, આજે વિશ્ર્વ ફલક ઉપર ભારતનું નામ થયું છે. તો તેનો શ્રેય આપડા વડાપ્રધાનને જાય છે. તેઓ એ હંમેશા ગરીબ, પીડીત, શોષિત , વંચિતો માટે વિવિધ યોજનાઓ થકી તેઓની તમામ ક્ષેત્રે ચિંતા કરી છે. તેઓ હરહંમેશ તેમના માટે સતત કા ર્યો કરતા રહ્યા છે અને આ લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે પ્રયત્નશીલ છે અને દસ વર્ષ પેહલાની વાત કરીએ તો દેશના લોકો એવું વિચારતા કે હવે દેશનું કઈ નઈ બદલાય આમજ ચાલશે અને 2014 પછી વિકસિત ભારત ની કલ્પના સાથે દેશ વિકાસની ગતિએ વિશ્વભરમાં આગળ વધી રહ્યો છે અને હવે આવનારા સમયમાં મોદીજી 70 વર્ષથી ઉપર ની વયના તમામ લોકો કોઈ પણ જ્ઞાતિ ના હોય તેઓને આયુષ્માન કાર્ડ નો બાભ મળશે . અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકો સનાતન વિરોધી છે રાષ્ટ્ર વિરોધી છે.
આ સભામાં લઘુમતી મહિલાઓએ ઉપસ્થિત રહી અબકિ બાર 400 પાર ના નારા સાથે જસવંતસિંહ ભાભોર ને જીત અપાવી મોદીજી માટે એક કમળ અમે દાહોદ થી મોકલીશું તેવું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ, રાજ્ય મંત્રી બચુભાઇ, જસવંતસિંહ ભાભોર, પ્રભારી સતિષભાઈ, ગોરધન ઝડફિયા તથા અન્ય મહાનુભાવો અને મોટી જનમેદની ઉમટી પડી હતી.