- અંદાજીત 1000 થી વધુ ખેલૈયાઓ મતદાન જાગૃતિના ગરબે મન મૂકીને ઝૂમ્યા
- ગરબા કલાકારોએ ‘ઉઠો સાથિયો સમય આ ગયા હે ફર્ઝ નિભાને કા, મતદાન હમારા પરમ ધર્મ હૈ, વોટ ડાલને ચલ ’ ગરબા ગાઈ મતદાન-મય વાતાવરણ ઉભુ કર્યું
નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અતંર્ગત સ્વીપ કાર્યક્રમના માધ્યમથી મતદાન જાગૃતિની સતત પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ નડિયાદના સંતરામ દેરી પાસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 1000 થી વધુ ખેલૈયાઓએ મતદાન ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. ગરબા ગાયકો દ્વારા ’ ઉઠો સાથિયો સમય આ ગયા હે ફર્ઝ નિભાને કા, મતદાન હમારા પરમ ધર્મ હૈ, વોટ ડાલને ચલ ’, ’દિલ મે હમારે અરમાન હૈ, આને વાલા મતદાન હૈ’ અને ’ લોકતંત્ર કે મહા પર્વ કો મિલ કે હમે મનના હૈ, વોટ ડાલને જાના હે ’ જેવા ગરબાઓ દ્વારા 07મે ના રોજ અચૂક મતદાન માટેની અપીલ કરી હતી.
જેમાં ખેડા જીલ્લાના શિક્ષકો, આઈસીડીએસ અને સખી મંડળની બહેનો, યુવાનો અને શહેરીજનોએ ટ્રેડિશનલ વસ્ત્રોમાં ગરબામાં ઉત્સાહપૂર્વક જોડાઇ ગરબે ઘૂમ્યા હતા. સાથે જ ઉપસ્થીત સૌએ અચૂક મતદાન કરવા માટે શપથ લીધા હતા.
આ પ્રસંગે શિક્ષણઅધિકારી કલ્પેશ રાવલ, નડિયાદ નગરપાલિકા ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડ, શાસન અધિકારી ધારાબેન ઠાકર, નડિયાદ સિટી મામલતદાર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અલ્પેશ પટેલ સહિત કર્મચારીઓ, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.