7 મેના રોજ મતદાન કરનાર દુધ ઉત્પાદકોને પ્રતિ લીટરે એક રૂપીયો વધુ ચુકવવામાં આવશે

નડિયાદ, સંધ સંયોજીત તમામ દૂધ મંડળીઓના પશુપાલકો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે 07 મે ના રોજ મતદાન કરનાર દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટરે એક રૂપિયો વધુ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 07-05-2024 મતદાનના દિવસે સાંજના સમયે જે દૂધ ઉત્પાદકો મતદાન કર્યાનો પુરાવો- આંગળી પરનું ચીન્હ- મંડળી કક્ષાએ રજૂ કરે તેવા તમામ ઉત્પાદકોને તે ટંકના પ્રતિ લીટર રૂ. 1/- મંડળી મારફતે સભાસદોને દૂધ બીલ સાથે ચૂકવી પ્રોત્સાહિત કરવા જણાવવામાં આવ્યું છે.

વધુમાં, દૂધ ઉત્પાદકોને વધુમાં વધુ મતદાન કરવા અને સવારે 11:00 સુધીમાં મતદાન કરવા ચેરમેન/સેક્રેટરી સંધ સંયોજીત દૂધ મંડળીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે તેમ ખેડા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. ના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું.