મોરવા(હ)ના રસુલપુર ગામે જીલ્લા ચુંટણી અધિકારીએ મતદારોને મળી મતદાન મથક કાપલી માટે તપાસ કરી

શહેરા,પંચમહાલ લોકસભાની ચૂંટણી ના ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે ચૂંટણી અધિકારી આશિષ કુમારે ગ્રામીણ વિસ્તારના મુલાકાત લઈને મતદારોને મળ્યા હતા. મોરવા હડફના રસલપુર ગામના મતદારોને ચૂંટણી અધિકારી મળીને મતદાન મથકની માહિતીની કાપલીઓ મળે છે કે નહી એની તપાસ હાથધરી હતી.

પંચમહાલમાં લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ લોકસભાની ચૂંટણીના ચૂંટણી અધિકારી આશિષકુમાર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય એ માટેનું આયોજન કરવા સાથે ગ્રામીણ વિસ્તારની મુલાકાત પણ લઈ રહ્યા છે.125-મોરવા(હ)ના રસુલપુર ગામ ખાતે નાગરિકોને મતદાન મથક માહિતીની કાપલીઓ મળેલ છે કે કેમ તેની ખાતરી કરીને સબંધિત એ.આર.ઓ. અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચૂંટણી સાત મેના રોજ યોજાનાર હોવાથી બપોરના સમયે મતદાન મથકો પર મતદારોની અવરજવર ઓછી જોવા મળે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ ન હોય પરંતુ ચૂંટણી વિભાગ દ્વારા આ ચૂંટણીમાં મતદાનનો આંકડો વધે એ માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે. જોકે, રાજકીય પક્ષોનો પણ પ્રચાર અંતિમ ચરણોમાં હોય ત્યારે ઉમેદવારો પણ મતદારોને પોતાની તરફેણ કરવા માટે ના પ્રયાસો કરવા સાથે સભાઓ પણ કરી રહ્યા છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ મજબૂતાઈ સાથે આગળ વધી રહ્યું હોય ત્યારે કોંગ્રેસ પક્ષ પણ ડોર ટુ ડોર પ્રચાર કરીને ઉમેદવારને જીતાડવા માટેના પ્રયત્નો કરતા નજરે પડી રહ્યા હતા.