શહેરામાં હાઈવેને અડીને આવેલી મારૂતી ટીમ્બર માર્ટ નામની હાર્ડવેરની દુકાનમાં ચોરોએ ચોરીને અંજામ આપ્યો

  • સમગ્ર ચોરીની ઘટના દુકાનની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ.
  • ચોરોએ માત્ર પાંચ મિનિટમાં ચોરી કરીને થયા રફુચક્કર.
  • પોલીસ પોઇન્ટના 100 મીટરના અંતરે આવેલી આ હાર્ડવેરની દુકાનમાં ચોરોએ કરી ચોરી.

શહેરા, શહેરા અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલ મારૂતિ ટિમ્બર માર્ટમા થયેલ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાર્ડવેરની દુકાનમાં બે ચોરો દુકાનનુ શટલ ઊંચુ કરીને અંદર પ્રવેશીને પાંચ મિનિટમાં રૂપિયા 40 હજાર કરતાં વધુ રોકડ રકમની ચોરી કરી ને ફરાર થયા હતા.

શહેરા નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં પોલીસ પોઇન્ટથી 100 મીટરના અંતરે હાઇવે માર્ગને અડીને આવેલી રીતેશભાઈ પટેલની હાર્ડવેરની દુકાનમાં ગુરૂવારની રાત્રિના ચાર વાગ્યાની આસપાસ ચોર ટુકડીએ દુકાનનું શટલ ઊંચુ કરીને બે ચોરો દુકાનની અંદર પ્રવેશ કરીને માત્ર પાંચ મિનિટમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરીની સમગ્ર ઘટના હાર્ડવેરની દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે, ધનસુખ પટેલ અને રિતેશ પટેલ રાબેતા મુજબ સવારમાં દુકાને આવતા દુકાનની અંદર ચોરી થયેલ હોવાનું લાગતા તેઓએ સમગ્ર બનાવવાની જાણ પોલીસને કરતા બનાવ સ્થળ ખાતે પોલીસ આવી પહોંચીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. મારૂતિ ટીમ્બર માર્ટ નામની હાર્ડવેર ની દુકાનમાં ચોરી થતા આ વિસ્તારના જાગૃત વેપારીઓ એકત્રીત થવા સાથે સીસીટીવી કેમેરામાં જોવા મળતા ચોરોને વહેલી તકે પકડી પાડે એવી માંગ કરી રહ્યા હતા. આ બાબતે દુકાનના માલિક રિતેશ પટેલે જણાવ્યું હતું કે, દુકાનના ગલ્લામાં રહેલ રૂપિયા 45 હજાર રૂપિયાની ચોરી થઈ છે. મારા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આવીને કાર્યવાહી હાથધરી છે અને ચોરોને વહેલી તકે પકડી પાડવામાં આવે એવી આશા પોલીસ પાસે રાખી રહ્યો છું. લોકસભાની ચૂંટણીમાં પોલીસ તંત્ર વ્યસ્ત હોય ત્યારે એવામાં ચોરોએ એનો લાભ લઈને આ ચોરીને અંજામ આપ્યો હોય પરંતુ બીજી તરફ જોવા જઈએ તો સતત વાહનોના અવરજવર થઈ રહેલ હાઈવે ને અડીને આવેલ હાર્ડવેરની દુકાન માં ચોરી કરીને ચોરોએ ગણેશ કર્યા હોય એવુ તો નથી કે શું? આ દુકાનમાં થયેલ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોય ત્યારે પોલીસ આગામી દિવસોમાં ચોર ટુકડીને પકડી પાડે તો નવાઈ નહી.