બાલાસીનોરના હાંડિયાથી વણાંકબોરીને જોડતો રસ્તો ખખડધજ બન્યો : વાહન ચાલકો પરેશાન

બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના હાંડિયા ચોકડી થી લઈને વણાકબોરી સુધી જવાનો માર્ગ અતિ બીસ્માર હાલતમાં ફેરવાતા વાહન ચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. ત્યારે તંત્ર નઘરૂ બની અકસ્માતની રાહ જોઈ રહી હોય તેમ કોઈ કાર્યવાહી કરી શકતું નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના હાંડિયા ગામથી લઈને વણાકબોરી ડેમ જવાનું મુખ્ય રસ્તો છેલ્લા કેટલાય સમિતિ અતિ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. ત્યારે આ માર્ગ પર થઈને અંદાજીત 15 થી વધુ ગામોના લોકો પ્રતિદિન અવરજવર કરે છે. ત્યારે આ માર્ગ પર અમુક ગરનાળાઓ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે અને જગ્યાએ રોડ પર બે ફૂટ થી લઈને ચાર ફૂટ સુધીના લાંબા ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે આસપાસના આગેવાનો અને ગ્રામજનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં પણ આવી હતી. પરંતુ આ માર્ગ પર જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહી હોય તેમ તંત્ર આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી શક્યું નથી. ત્યારે તાત્કાલિક ધોરણે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.