
ઝાલોદ, દાહોદ જીલ્લા એલ.સી.બી પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એક સ્પેશિયલ પ્રોહી. ડ્રાઇવનુ આયોજન લીમડી ખાતે કરેલ હતું. તે દરમિયાન દાહોદ એલ.સી.બી પોલીસને ખાનગી રાહે રાજસ્થાનના ડુંગરા તરફથી બે ઈસમો મોટરસાયકલ પર અલગ અલગ થેલીમાં નાખી વિદેશી દારૂ લાવી લીમડી થી લીમખેડા જઈ રહેલ હોવાની બાતમી મળેલ હતી. ત્યારે એલ.સી.બી પોલીસ દ્વારા લીમડી થી લીમખેડા જતા રસ્તે ડુંગરી મુકામે બાતમી વાળા વાહનની તપાસમાં હતા. ત્યારે બાતમી વાળા બંને વાહન આવતા તેને રોકતા એક હોન્ડા મોટર સાયકલ ૠઉં-20-ઇઈ–8633 જેનો ચાલક નરેશ રૂપસિંગ ડામોર ( ચાકલીયા, બોરસદ ફળીયુ ) તેમજ બીજી નંબર વગરની પલ્સર મોટરસાયકલ જેનો ચાલક જશવંત ગંગલ મુનીયા ( સરપંચ ફળીયુ, રળીયાતીભુરા )ની અટકાયત કરેલ હતી.
ઉપરોક્ત બંને ઈસમો પાસે થી એલ.સી.બી પોલીસને વિદેશી દારૂની કુલ 155 બોટલો મળી આવેલ હતીા જેની કિંમત 25,890/- તેમજ બંને મોટેર સાયકલની કિંમત 70,000/- થઈ કુલ 95,890/-ના મુદ્દામાલ સાથે બંને યુવકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.