ગોધરા અને દે.બારીયાના બે ગુનામાં વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી. પોલીસે ઝડપ્યો

ગોધરા એસ.ઓ.જી. પોલીસે ગોધરા એ ડીવીઝનના ધરફોડ ચોરીના વોન્ટેડ અને દે.બારીયાની પશુ સંરક્ષણ ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડયો.

ગોધરા એસ.ઓ.જી.પોલીસે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકના ધરફોડ ચોરીના વોન્ટેડ આરોપી તેમજ દે.બારીયા પશુ સંરક્ષણ ગુના મળી બે ગુનામાં આરોપી યાસીન યુસુફ મેંંદા (રહે. મેંદા પ્લોટ, અબુબકકર મસ્જીદ) અંગે મળેલ બાતમીના આધારે હુદા મસ્જીદ આગળથી ઝડપી પાડી બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો.