વિવાદમાં રહેલા વિપુલ ચૌધરી આપના ઉમેદવાર તરીકે ૠષિકેશ પટેલ સામે ચૂંટણીના મેદાને જંગમાં!


મહેસાણા,
ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયુ છે. રાજ્કીય પક્ષોએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી આપમાંથી ચૂંટણી લડશે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લાના મહામંત્રી રાજુ ચૌધરીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે વિપુલ ચૌધરી વિસનગર બેઠક પરથી ચૂંટણી લડશે.

વિપુલ ચૌધરીએ ચૂંટણી લડવાની જાહેરાત કરતા જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. કારણ કે વિપુલ ચૌધરી છછઁમાંથી ઉમેદવાર છે તો ભાજપમાંથી વર્તમાન આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલ મેદાનમાં છે ભારતીય જનતા પાર્ટીએ વિસનગર વિધાનસભા સીટ પર ત્રણ ટર્મથી વિજેતા થતા ૠષિકેશ પટેલને ચોથી વાર રિપીટ કર્યા છે. વિપુલ ચૌધરીએ ચૂંટણી લડવાની જાહેરાત કરતા વિસનગર બેઠક પર નવા સમીકરણ સર્જાયા છે.

વર્ષ ૨૦૦૭ની ચૂંટણીમાં ૠષિકેશ પટેલને ૬૩,૧૪૨ અને કોંગ્રેસના બબલદાસ પટેલને ૩૩,૩૦૪ મતો મળ્યા હતા. વર્ષ ૨૦૧૨ ની ચૂંટણીમાંૠષિકેશ પટેલને ૭૬,૧૮૫ અને કોંગ્રેસના ભોળા પટેલને ૪૬,૭૮૬ મતો મળ્યા હતા. વર્ષ ૨૦૧૭ માં ૠષિકેશ પટેલને ૭૭,૪૯૬ અને કોંગ્રેસના મહેશ પટેલને ૭૪,૬૪૪ વોટ મળ્યા હતા. ત્યારે આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આપમાંથી પણ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ત્યારે અહીં ત્રિપાંખિયો જંગ થશે.

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનનો ચૌધરી સમાજના મતદારો પર પ્રભાવ છે. જેમાં ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા ,વિસનગર, વિજાપુર બેઠક પર અસર કરી શકે. આ વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે ૭ લાખ જેટલા મતદારો છે