નક્સલીઓએ બાતમીદાર હોવાની શંકાએ બે ગ્રામજનોની હત્યા કરી

બીજાપુર, બીજાપુર જિલ્લામાં નક્સલીઓએ બે ગ્રામજનોની હત્યા કરી નાખી. નક્સલવાદીઓએ છુટવાહી ગામના બે ગ્રામજનોને પોલીસના બાતમીદારો કહીને હત્યા કરી નાખી છે. જો કે આ લખાય છે ત્યાં સુધી આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નક્સલવાદીઓએ માર્યા ગયેલા બે ગ્રામજનોના નામ જોગા માંડવી અને હુંગા માંડવીનો સમાવેશ થાય છે. બંને તારેમ પોલીસ સ્ટેશન વિસ્તારના છુટવાહી ગામના રહેવાસી છે. આ મામલે બીજાપુર એસપીએ કહ્યું છે કે માહિતી મળી છે અને ચકાસણી બાદ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.