ઇફકોમાં એક જગ્યા પર ૪ ફોર્મ ભરાતા ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો

રાજકોટ, ઇફકો દેશની સહકારી સ્વામિત્વ ધરાવતી કંપનીમાં એક જગ્યા પર ચાર ફોર્મ ભરાતા ભાજપનો વિખવાદ સપાટી પર આવ્યો છે. લોક્સભા ચૂંટણીની જેમ ઇફકોની ચૂંટણીમાં બહુ રસાક્સી જોવા મળી. આગામી ૯તારીખના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઇફકોમાં ગુજરાતમાં ડિરેક્ટરની જગ્યા માટે ૧ની માંગ સામે ૪ ફોર્મ ભરાતા આંતરકલહના સંકેતો મળ્યા છે. ગુજરાતમાં ડિરેક્ટરના સ્થાન પર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડીયાએ ફોર્મ ભર્યું હતું. અને આ નેતા સાથે ભાજપના અન્ય ત્રણ નેતાઓએ ઉમેદવારી નોંધાવતા હોબાળો થવાના પગરણ દેખાઈ રહ્યા છે.

રાજ્યમાં મતદાનની તારીખો નજીક છે. અને તમામ પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ઇફકોમાં ડિરેક્ટર માટેની ચૂંટણી પણ વધુ રસપ્રદ બની છે.ઇફકોમાં ગુજરાત પ્રદેશ ભાજપ હવે સહકારી ક્ષેત્રતની ચૂંટણીમાં મેન્ડેટ આપવા ઉમેદવારની પસંદગી શરૂ કરી છે. તેમણે બીપીન નારણભાઈને મેન્ડેટ આપ્યો છે, જયારે આ સીટ માટે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેક્ધના વડા અને રૂપાણી સરકારમાં મહત્વના હોદ્દા પર રહેલા જયેશ રાદડીયાએ પણ ઉમેદવારી નોંધાવી છે. આ સિવાય મોડાસાના પંકજ નરશીભાઈ પટેલ અને માણવાદરના વિજય દેવજીભાઈ ઝાટકીયાએ ઉમેદવારી નોંધાવતા ભાજપમાં જ ફાંટા પડતા હોવાનું અને મતમતાંર હોવાનું સામે આવ્યું છે. આ મામલે જયેશ રાદડિયાને સવાલ કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે હા મે ડિરેક્ટરના સ્થાન માટે ફોર્મ ભર્યું છે અને અન્ય ત્રણ ઉમેદવારોએ પણ દાવેદારી નોંધાવી છે. જો કે આ મામલે અંતિમ નિર્ણય પાર્ટી અને હાઈકમાન્ડનો રહેશે.