દે.બારીયા,\ દાહોદ જીલ્લા અને પંચમહાલ જીલ્લાની મોટામાંં મોટી નદી એટલે પાનમ નદી બન્ને જીલ્લાઓની જીવાદોરી ગણાય રહી છે. સોનારૂપી રેતીને કાચુંં સોનું કહેવામાં આવે છે. રાજ્ય અને અન્ય પાસેના રાજ્યોમાં પાનમ નદીની રેતી એક ટનના ત્રણ હજારથી લઈને ચાર હજારના ભાવે ખનિજ માફિયાઓ વેચી રહ્યા છ. જેમાંં આપણા જીલ્લાનુંં આખું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. પાનમ નદીના પટના લીઝના વિસ્તારોના ગામો ભુસાલ તથા ઉંચવાણ, જુના બારીયા, કાલીયાગોટા, સંતરોડ અને વહે તો પાન નદીના ઉત્તનો વિસ્તારના ગામો જેવાં કે, પાનમ ગામ, ડુખલી, કંજટા પાસેના ગામોમાં ખનિજનું ગેરકાનુની વેચાણ થઈ રહ્યું છે. લીગલી લીઝોની આડમાં લીઝની બગલના ગામોના વિસ્તારમાં ખનન શરૂ થઈ ગયુંં છે. મોટામોટા ટર્બો ટ્રક હાલમાં દિવસે પણ પાણી રેલાતું હોય તેવી રેતીનું ટ્રકો ભરીને વહન થઈ રહ્યું છે. તેમ છતાં ખાણ ખનિજ વિભાગ અથવા પદના કોઈ પણ ખાતાને આ કિંમતી ખનિજને વેચી રહ્યા છે. રાતમાંં ટ્રેકટરો ભરીને સવારે સાઈડો ઉપર રેતી ઠલવાઈ રહી છે. આંખ આડા કાન કરી રહ્યા છે. આપણા ગુજરાતનું ખનિજ કોણ લુંંટી રહ્યું છે. કોણ કોણ દેશના ગદ્દારો છે. તેઓને રોકવામાં ખાણ ખનિજ વિભાગ કેમ પાછળ રહે છે. તે મોટો યક્ષ પ્રશ્ર્ન છે.
દેશમાંં ખનિજને સો ટકામાંં રૂપીયા કમાનારા ધન કુબેરોને રોકવા પડશે એ પણ તમામ વિભાગમાં મળતીયાઓ વચેટીયાઓના દ્વારા ટ્રક ડ્રાઈવરો પાસે હપ્તા વસુલી ચાલી રહી છે તેમને સ્ટેટ વિજીલન્સ વિભાગ તથા આયકર વિભાગના દ્વારા તટસ્ટ તપાસ થાય તેવી દેશ પ્રેમી આમ જનતાની માંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પાનમના તટમાં અને તટના ગામોમાંં પાણીનુંં સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે. મુંગા પશુ ધન તથા જંગલી જાનવરો જેવા વાધ, ચીત્તા, નીલગાય આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી એટલે મોર પક્ષીની સંખ્યામાં વધારો થયો છે તો તેઓને પીવાના પાણીના વલખાં ના થાય તે પહેલા ગેરકાનુની તેમજ લીગલી લીઝોને મોનસુન પહેલા સુધી ખનન ઉ5ર પ્રતિબંધ મુકાય તેવી પશુ અને પક્ષી પે્રમીઓની માંગ છે. તેમ નહિ થાય તો પશુ-પક્ષીઓ તરસે મરી જશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.