ગ્રામીણ લોકોમાં મતદાન જાગૃતિ આવે એ માટે આઈ.ટી.આઈ. દાહોદની થીમ થકી નાટક ભજવી નવતર અભિગમ અપનાવાયો

  • ખરેડી ગામ ખાતે દાહોદની સ્થાનિક લોકબોલીમાં મતદાન જાગૃતિ નાટક રજૂ કરવામાં આવ્યું.

દાહોદ, લોકસભા સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જીલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેના માર્ગદર્શન હેઠળ સમગ્ર દાહોદ જીલ્લામાં ગ્રામ્ય હોય કે શહેરી દરેક લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે તેમજ તેઓ અચૂક મતદાન કરવા માટે પ્રેરિત થાય એ માટે અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

દાહોદના ખરેડી ગામ ખાતે દાહોદ આઈ.ટી.આઈ. ટીમ દ્વારા સ્થાનિક લોકબોલીમાં મતદાન જાગૃતિ નાટક રજૂ કરી ગ્રામીણો પણ મતદાન અંગે જાગૃત થઇ તમામ મતદારો કે જેઓ કમાણી અર્થે બહારગામ ગયા છે તેઓને પણ આ લોકસભા ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપવા વતન આવી તા. 07-05-2024 ના મતદાન દિવસના રોજ અચૂક મત આપવાની હાકલ કરવામાં આવી હતી. ઉપરાંત 18 વર્ષથી ઉપરના તમામ યુવા મતદારોને પણ પોતાનો પ્રથમ મત આપી લોકશાહી પર્વમાં પોતાનો ફાળો આપી પોતાના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી હતી.