દાહોદ એલ.વી.પટેલ રોડ ઉપરની હોટલમાં પોલીસે રેઈડ કરી 40 કિલો ગૌમાંસના જથ્થા સાથે બે ને ઝડપ્યા

દાહોદ, દાહોદના એસ.વી. પટેલ રોડ પર આવેલ એક હોટલમાં દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ઓચિંતો છાપો મારી હોટલમાંથી 40 કિલો ગૌમાંસ પકડી પાડી હોટલ માલિક સહિત બે જણાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું પોલીસ સુત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

દાહોદ શહેરના એસ.વી. પટેલ રોડ પર આવેલ નુરી નાસ્તા હાઉસ નામની હોટલમાં વેચાણ કરી આર્થિક લાભ મેળવવાના હેતુથી ગૌમાંસનો જથ્થો રાખેલ હોવાની ગુપ્ત બાતમી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસને મળી હતી. જે બાતમીને આધારે બાતમીમાં દર્શાવેલ જગ્યાએ આવેલ નૂરી નાસ્તા હાઉસ નામની હોટલમાં પરમ દિવસ તારીખ 30- 4 -2024 ના રોજ બપોરના 12:30 વાગ્યાના સુમારે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસની ટીમે ઓચિંતો છાપો મારી હોટલમાંથી પ્લાસ્ટિકની મીણીયાની બે થેલીઓ ભરેલ આશરે 4,000/- ની કુલ કિંમતનું 40 કિલો જેટલું ગૌમાંસ પકડી પાડી કબજે લીધું હતું અને યાદગાર ચોક વણઝાર વાડમાં રહેતા હોટલ માલિક શઈદભાઈ બસીરભાઈ સબ્જીફરોજ તથા દાહોદ સેફી મહોલ્લામાં રહેતા ઈબ્રાહીમભાઈ બસીરભાઈ સબ્જીફરોજની સ્થળ પરથી ધરપકડ કરી હોટલમાંથી પકડાયેલ ગૌમાંસના જથ્થામાંથી સેમ્પલ લઈ સદર માસ ગૌમાંસ છે કે નહીં તે જાણવા માટે તે સેમ્પલને પરીક્ષણ માટે સુરત એફએસએલમાં મોકલી આપ્યા હતા. જેનો રિપોર્ટ આવતા નુરી નાસ્તા હાઉસ નામની હોટલમાંથી પોલીસે પકડેલ માસનો જથ્થો ગૌમાંસ જ હોવાનું રિપોર્ટમાં જણાવાતા દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે પકડેલ હોટલ માલિક સઇદભાઈ બશીરભાઈ સબજીફરોજ, ઈબ્રાહીમભાઇ બસીરભાઇ સબજીફરોજ તેમજ અન્ય બે દાહોદ જુના વણકરવાસ પટેલ ચોકમાં રહેતા અનવર નિસાર બેલી (કુરેશી) તથા દાહોદ કસબા મટન માર્કેટ સામે રહેતા ગુલામ ઉર્ફે ગોલા રસુલ કુરેશી વિરૂદ્ધ ઇ.પી. કો. કલમ 429,114 તથા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની ધારા કલમ 5(1)(ક), 6 (ખ)(1),8(2),8(4) તથા એનિમલ કુઅલ્ટી એક્ટ કલમ 11(એલ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી અન્ય બે જણાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.