દિવ્યાંગ મતદારોને મતદાન સુવિધાઓ આપવા જીલ્લા ચુંટણી તંત્ર કટિબદ્ધ

  • દિવ્યાંગજનો માટે મતદાન સ્થળોએ વ્હીલચેર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • કુલ 112 પોલિંગ લોકેશનના જેમાં 304 જેટલા મતદાન મથકો પર વ્હીલચેર સુવિધા ઉભી કરવામાં આવી.

નડિયાદ, લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત 07 મેના રોજ મતદાનનાં દિવસે ખેડા જીલ્લાનાં દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે એ માટે જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ખાસ વ્યાવસ્થા કરવામાં આવેલ છે. જેમાં જીલ્લાનાં કુલ 112 પોલિંગ લોકેશનનાં 304 જેટલા મતદાન મથકો પર વ્હીલચેર સુવિધા ઉભી કરવામાં આવી છે. વધુમાં આ સાથે વહીલચેર સાથે સ્વંયસેવકો અને ખાસ મતદારો માટે વાહનની સુવિધાઓ સહાયક સાથે આપવામાં આવશે.

ખેડા લોકસભામાં કુલ 21,087 દિવ્યાંગ મતદારો નોંધાયેલ છે જેમાં દિવ્યાંગજનો માટે ખાસ વાહન સુવિધાઓ, સહાયક અને સ્વયંસેવકો મદદરૂપ રહેશે.

પીડબલ્યુડી નોડલ અધિકારી . આર. ડી. પટેલ દ્વારા દિવ્યાંગો માટેની આ સુવિધાનો લાભ લઈ જીલ્લાના સૌ દિવ્યાંગજનોને મહત્તમ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.